નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોનાના કેસમાં એકવાર ફરીથી વધારો થઈ રહ્યો છે. આવામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને પણ તબાહી મચાવી રાખી છે. આ બધા વચ્ચે ઓમિક્રોનના સબ વેરિએન્ટ  BA.2 વિશે પણ ભાળ મળી છે. જેણે એકવાર ફરીથી લોકોની ચિંતા વધારી છે. ભારતમાં આ સબ વેરિએન્ટના અત્યાર સુધીમાં 530 સેમ્પલ મળી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં આ સબ વેરિએન્ટની એન્ટ્રી
ઓમિક્રોનના સબ વેરિએન્ટે બ્રિટનમાં હાહાકાર મચાવેલો છે. પરંતુ હવે તેણે ભારતમાં પણ એન્ટ્રી લઈ લીધી છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ BA.2 વેરિએન્ટ ઓમિક્રોન કરતા પણ ઝડપથી ફેલાય છે. બ્રિટિશ હેલ્થ ડિપાર્ટમેન્ટે ઓમિક્રોનના આ સબ વેરિએન્ટ સંલગ્ન અનેક કેસની ઓળખ કરી છે. યુકે સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી (UKHSA) એ તેના વધતા કેસને જોતા તપાસ બાદ તેનું નામ બીએ.2 રાખ્યું છે. 


ભારતમાં મળ્યા 530 સેમ્પલ
મળતી માહિતી મુજબ જાન્યુઆરીના પહેલા 10 દિવસમાં બ્રિટનમાં આ વેરિએન્ટના 400થી વધુ કેસની ઓળખ થઈ ચૂકી છે. એક ઓનલાઈન ન્યૂઝ મીડિયાના રિપોર્ટ મુજબ ભારતમાં ઓમિક્રોન સબ વેરિએન્ટના 530, સ્વીડનમાં 181 અને સિંગાપુરમાં 127 સેમ્પલ મળ્યા છે. 


ઓમિક્રોન અને બીએ.2 એક જેવા છે
વિશ્વ આરોગ્ય સંગઠને ઓમિક્રોન વેરિએન્ટને વેરિએન્ટ ઓફ કન્સર્ન ગણાવ્યો છે. એવું કહેવાય છે કે તેનો સબ વેરિએન્ટ બીએ.2 પણ આ પ્રકારનો છે. એટલે કે બંને વચ્ચે કોઈ ખાસ ફરક નથી. જો કે વૈજ્ઞાનિક એ નિર્ધારિત કરવા માટે તેના પર બાજ નજર રાખી રહ્યા છે કે તે ભવિષ્યમાં મહામારીના પ્રસારમાં કેવી રીતે પ્રભાવિત કરી શકે છે. 


લગભગ 40 દેશોમાં મળ્યા બીએ.2 ના કેસ
રિપોર્ટ્સ મુજબ અત્યાર સુધીમાં 40 દેશોમાંથી ઓમિક્રોનના નવા સબ વેરિએન્ટના કેસ મળી આવ્યા છે. ડેનમાર્કમાં BA.2ના સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. ડેનમાર્ક તજજ્ઞોએ આશંકા વ્યક્ત કરી છે કે નવા વેરિએન્ટના કારણે ઓમિક્રોન વાયરસથી વધતી મહામારીના બે અલગ અલગ પીક આવી શકે છે. ઓમિક્રોનના BA.2 સબ વેરિએન્ટની ભાળ ફક્ત જીનોમ સિક્વેન્સિંગના માધ્યમથી લગાવી શકાય છે. 


BA.2 સ્ટ્રેન વધુ ચેપી
UKHSA ના ડાયરેક્ટર ડૉ. મીરા ચંદના જણાવ્યાં મુજબ ઓમિક્રોન સતત મ્યૂટેટ થનારો વેરિએન્ટ છે. આથી એવી આશા થઈ શકે કે આપણને નવા સ્વરૂપો જોવા મળશે. અમે તેના જીનોમ સિક્વેન્સિંગ પર સતત નિગરાણી રાખી રહ્યા છીએ અને જોખમના સ્તરને ઓળખવાની કોશિશ થઈ રહી છે. UKHSA એ ચેતવણી આપી છે કે BA.2 સ્ટ્રેનના 53 સિક્વેન્સ છે, જે ખુબ જ ચેપી છે. તેનો કોઈ ખાસ મ્યૂટેશન નથી. જેના કારણે તેને સરળતાથી ડેલ્ટા વેરિએન્ટથી અલગ કરી શકાય છે. 


ગેસ સિલિન્ડર પર લખેલો આ નંબર છે ખુબ જ મહત્વનો, તેના વિશે ખાસ જાણો નહીં તો પસ્તાશો


ગુજરાતમાં પણ જોવા મળ્યા કેસ
 ઓમિક્રોનના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં છેલ્લા 23 દિવસમાં કુલ 119 સેમ્પલના જીનોમ્સની તપાસ થઈ હતી. જેમાં સૌથી વધુ 54 ઓમિક્રોન જોવા મળ્યા હતા. જ્યારે 95 કેસમાં ઓમિક્રોન સહિત તેના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટ જોવા મળ્યા હતાં. 


દેશના 2 અનોખા ગામ, જ્યાં બાળકોથી લઈને વૃદ્ધો...બધા બોલે છે કડકડાટ સંસ્કૃત, જાણીને ગર્વ થશે


ઓમિક્રોન સબ લિનિયેજ વેરિયન્ટ BA.2 ના 38  અને પેરન્ટ લિનિયેજ વેરિયન્ટના ત્રણ કેસ સામે આવ્યા હતા. આમ ઓમિક્રોનના નવા વેરિયન્ટના 41 પરિણામો સામે આવ્યા હતા. ત્યારે આ કેટલો જોખમી છે તે બાબતે વિશ્વના સંશોધકો તપાસ કરી રહ્યાં છે. અઠવાડિયા બાદ તેના જોખમ વિશેનો ખ્યાલ આવી શકશે. રાજ્યના વધુ એક સંશોધકે કહ્યું છે કે WHO એ હજૂ BA.2ને વેરિયન્ટ ઓફ કન્સર્ન ડિક્લેર કર્યો નથી. જોકે UK હેલ્થ સિક્યુરિટી એજન્સીએ BA.2 વેરિયન્ટ વધુ ઝડપે ફેલાતો હોવાથી તકેદારી રાખવા કહ્યું છે.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube