નવી દિલ્હીઃ નોટબંધીની ચોથી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યુ કે, સરકારના આ પગલાથી કાળા નાણાને ઓછું કરવામાં મદદ મળી છે. નોટબંધીને કારણે ટેક્સના મોર્ચા પર સારી શિષ્ત જોવા મળી અને પારદર્શિતામાં વધારો થયો છે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નોટબંધીના પગલાની ટીકા કરતા રવિવારે સરકાર પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, આ પગલાથી ભારતીય અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રીએ રવિવારે ટ્વીટ કરીને કહ્યુ કે, નોટબંધીથી કાળા નાણા પર અંકુશ લાગ્યો અને ટેક્સ સંગ્રહના મોર્ચા પર વધુ સારૂ પાલન જોવા મળ્યું છે. તેનાથી પારદર્શિતામાં પણ વધારો થયો છે. પીએમ મોદીએ હેશટેગ DeMolishing Corruption નો પણ ઉપયોગ કર્યો અને કહ્યું કે, નોટબંધીના પરિણામ રાષ્ટ્રીય પ્રગતિ માટે ખુબ ફાયદાકારક રહ્યા છે. આ ટ્વીટની સાથે પીએમે એક ગ્રાફિક્સનો પણ ઉપયોગ કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે નોટબંધીથી ટેક્સ સંગ્રહના મોર્ચા પર શાનદાર કામ થયું છે. 


આ પહેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, નોટબંધીથી કાળા નાણા પર અભૂતપૂર્વ રીતે અંકુશ લાગ્યો અને ટેક્સ સંગ્રહની દિશામાં સારૂ પાલન જોવા મળ્યું છે. એટલું જ નહીં આ પગલાથી ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન મળ્યું છે. તેમણે તે પણ કહ્યું કે, નોટબંધી બાદ કરાવવામાં આવેલા સર્વેક્ષણોમાં સામે આવ્યું કે, આ પગલાથી કરોડો રૂપિયાની અઘોષિત સંપત્તિઓની ઓળખ થઈ. એટલું જ નહીં 'ઓપરેશન ક્લીન મની'એ દેશની અર્થવ્યવસ્થાને સંગઠિત કરવામાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. 


બિહાર એક્ઝિટ પોલથી કોંગ્રેસને આશા, સુરજેવાલા અને અવિનાશ પાંડેને બનાવ્યા પર્યવેક્ષક


રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર
નોટબંધીના વિરોધમાં પાર્ટીના ઓનલાઇન અભિયાન 'સ્પીક અપ અગેંસ્ટ ડિમો ડિઝાસ્ટર' હેઠળ જારી એક વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે, સવાલ તે છે કે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા કઈ રીતે ભારતની અર્થવ્યવસ્થાથી આગળ વધી ગઈ. કારણ કે એક સમય હતો જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઉચ્ચ પ્રદર્શન કરનારી અર્થવ્યવસ્થાઓમાંથી એક હતી. ગાંધીએ હિન્દીમાં કહ્યું, 'સરકાર કહે છે કે તેનું કારણ કોવિડ છે, પરંતુ જો આ કારણ હોય તો કોવિડ બાંગ્લાદેશ અને વિશ્વમાં અન્ય જગ્યાએ પણ છે. કારણ કોવિડ નથી, નોટબંધી અને જીએસટી કારણ છે.'
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube