નવી દિલ્હી : હરિયાણાના રેવાડીમાં હૃદય દ્રાવક ઘટનાવાલા ગેંગરેપ મુદ્દે ત્રણ દિવસ પછી પણ આ મુદ્દે કોઇ ધરપકડ થઇ નથી. હરિયાણા પોલીસ અભિયુક્તોની માહિતી આપનાર માટે એક લાખ રૂપિયાનાં ઇનામની જાહેરાત કરી રહ્યા છે. બીજી તરફ હરિયાણાના ભાજપના ધારાસભ્યએ વિચિત્ર નિવેદન આપી રહ્યા છે. હરિયાણાનાં ઉચના કલાના ધારાસભ્ય પ્રેમલતાએ રેવાડી ગેંગરેપ મુદ્દે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે, બેરોજગારીના કારણે રેપની ઘટનાઓ વધી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક કાર્યક્રમમાં પહોંચેલા ભાજપના ધારાસભ્ય પ્રેમલતાએ કહ્યું કે, જે યુવાનો પાસે રોજગાર નથી તેઓ કુંઠીત થઇ રહ્યા છે અને આ પ્રકારના ગુનાઓ કરી રહ્યા છે. ધારાસભ્યનાં આ નિવેદન બાદ વિપક્ષની સાથે લોકોએ પણ વિરોધ કરવાનું ચાલુ કરી દીધું છે. 



બીજી તરફ એસપી નાજનીન બસીને રેવાડી જિલ્લા હોસ્પિટલમાં પીડિતા સાથે મુલાકાત કરી છે. તેમણે જણાવ્યું કે પીડિતાની સ્થિતી હવે યોગ્ય છે અને આરોપીની ઓળખ પણ થઇ ચુકી છે. તેમણે કહ્યું કે આ મુદ્દે દરેક પાસાની તપાસ કરશે. એસપી બસીને પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, મેડિકલ રિપોર્ટમાં રેપ કન્ફર્મ થઇ ચુક્યો છે અને ટીમ બનાવીને આરોપીઓની શોધખોળ ચલાવાઇ રહી છે. તેમણે લોકોને અપીલ કરીને કહ્યું કે જે પણ આ મુદ્દે કાંઇ પણ જાણે છે હરિયાણા પોલીસની મદદ જરૂર કરે. તેમણે આ જાહેરાત કરી કે આ કેસ ઉકેલવામાં જેઓ તેમની મદદ કરશે. તેને એક લાખ રૂપિયાના ઇનામથી નવાજવામાં આવશે. 



અત્રે ઉલ્લેખનીય છે કે, રેવાડી પાસે બુધવારે (12 સપ્ટેમ્બર)ના રોજ કનીના બસ મથકની યુવતીનું કથિત રીતે તે સમયે અપહરણ કરી લેવામાં આવ્યું હતું. જ્યા સુધી કોચિંગ સેંટરથી ઘરે પરત ફરી રહ્યા હતા. સરકાર પાસેથી પુરસ્કાર પ્રાપ્ત સ્કૂલ ટોપર પીડિતા તે સમયે કોચિંગથી પરત ફરી રહ્યા હતા.