બંગાળમાં ભાજપનું સભ્યપદ અભિયાન: અનેક સિતારાઓના કેસરિયા
ભાજપે પશ્ચિમ બંગાળમાં સભ્યપદ અભિયાન ઝડપી બનાવ્યું છે. ભાજપે એક ડઝન કરતા વધારે સિતારાઓને પાર્ટી સાથે જોડી દીધા છે. ટેલિવિઝન અને ફિલ્મ કલાકારોએ ગુરૂવારે પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ પાર્ટી નેતા સંબિતા પાત્રા અને મુકુલ રૉયની હાજરીમાં ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 6 જુલાઇએ ભાજપના સભ્યપદ અભિયાનની શરૂઆત વારણસીથી કરી હતી. આ અભિયાન 11 ઓગષ્ટ સુધી ચાલુ રહેશે.
નવી દિલ્હી : ભાજપે પશ્ચિમ બંગાળમાં સભ્યપદ અભિયાન ઝડપી બનાવ્યું છે. ભાજપે એક ડઝન કરતા વધારે સિતારાઓને પાર્ટી સાથે જોડી દીધા છે. ટેલિવિઝન અને ફિલ્મ કલાકારોએ ગુરૂવારે પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ પાર્ટી નેતા સંબિતા પાત્રા અને મુકુલ રૉયની હાજરીમાં ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 6 જુલાઇએ ભાજપના સભ્યપદ અભિયાનની શરૂઆત વારણસીથી કરી હતી. આ અભિયાન 11 ઓગષ્ટ સુધી ચાલુ રહેશે.
કુલભૂષણ મુદ્દે ભારતનો વ્યંગ: પાક.ની મજબુરી જેથી નાગરિકોને ખોટુ કહી રહ્યું છે
ભાજપ પ્રવક્તાની પત્રકાર પરિષદ
આ પ્રસંગે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, પશ્ચિમ બંગાળને લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોથી પ્રભાવિત છે. આજે ટોલિવુડનાં કલાકાર ભાજપમાં જોડાઇ રહ્યા છે. પાત્રાએ કહ્યું કે, હું તમામ કલાકારોને વિશ્વની સૌથી મોટી રાજનીતિક પાર્ટી ભાજપમાં જોડાવાની શુભકામનાઓ આપુ છું.
કુલભુષણ જાધવ મુદ્દે જરૂર પડશે તો ફરી ICJ માં જઇશું: વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે
LIVE: કર્ણાટક સંકટ ઘેરુ બન્યું, વિધાનસભા કાલ માટે સ્થગીત, BJP ધારાસભ્યો આખી રાત કરશે ધરણા
અનેક ટોલિવુડ સ્ટાર ભાજપમાં જોડાયા
ટોલિવુડનાં જે સ્ટારે આજે ભાજપ જોઇન કર્યું છે, તેમાં ઋષી કૌશીક, પાર્નોમિત્રા, રુપાંજના મિત્રા, વિશ્વજીત ગાંગુલી, દેબ રંજન નાગ, અરિંદમ હલદર, મૌમિતા ગુપ્તા, અનિંડ્યા બેનર્જી, સૌરવ ચક્રવર્તી, રુપા ભટ્ટાચાર્ય, અંજના બાસુ અને કૌશીક ચક્રવર્તીનો પણ સમાવેશ થાય છે.
બાળકની આંખમાંથી મગજ સુધી ઘુસી ગયો સળીયો, ડૉક્ટરે ભગવાન બની બચાવ્યો જીવ
પશ્ચિમ બંગાળમાં ભાજપમાં જોડાવું એક પડકારજનક કામ
ભાજપના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપમાં જોડાવું એક પડકારજનક કામ છે. આ અગાઉ જે 17 કાઉન્સિલરે ભાજપ જોઇન કર્યું હતું, તેમની વિરુદ્ધ કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. હું કોલકાતાથી આવીને ભાજપ જોઇન કરનારા કલાકારોનું સ્વાગત કરુ છું, તેમનો આભારી છું. અનેક કલાકારો આ અગાઉ પાર્ટીમાં જોડા પરંતુ તેમનું કામ અટકાવી દેવામાં આવ્યું. પશ્ચિમ બંગાળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ માફીયાઓ છે જેમણે તેના પર કબ્જો કરેલો છે.