નવી દિલ્હીઃ દિલ્હીના આઈટીઓ ડીડીયૂ માર્ગ પર એક ટ્રેક્ટર પરેડ દરમિયાન ઉપદ્રવી કિસાનનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેક્ટર પરેડમાં એક ઉપદ્રવી સ્ટંટ કરવા લાગ્યો હતો. આ દરમિયાન ટ્રેક્ટરે પલટી મારી, જેથી તેનું મોત થયું છે. મૃતકની ઓળખ થઈ શકી નથી. ઘટનાસ્થળ પર ટ્રેક્ટર ક્ષતિગ્રસ્ત થઈ ગયું. તસવીર પરથી લાગી રહ્યું છે કે ટ્રેક્ટર પર સવારે સ્ટંટ દરમિયાન ખુબ ઝડપ રાખી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો ગાઝીપુર ફ્લાઈઓવર પર મંગળવારે ઉપદ્રવીઓએ ટ્રેક્ટર પર બેસીને સ્ટંટ કર્યા હતા. તેનો વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે ટ્રેક્ટર પરેડ દરમિયાન ઘણા વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ તોફાનો કર્યા હતા. તો કોઈ જગ્યાએ પોલીસ અને કિસાનો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. મુકરબા ચોક અને નાંગલોઈમાં ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા તો કોઈ જગ્યાએ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. 


સોનીપતમાં શંકાસ્પદ પરિસ્થિતિઓમાં કિસાનનું મોત
તો કુંડલી બોર્ડર પર ચાલી રહેલા કિસાન આંદોલનમાં ટ્રેક્ટર પરેડમાં સામેલ થનારા કિસાનનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થઈ ગયું છે. તેને અચાનક છાતીમાં દુખાવો થયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી પરિવારજનોને સોંપી દીધો હતો. 


Red Fort: જ્યાં શાનથી ફરકે છે તિરંગો, ત્યાં ખેડૂતોએ તેમનો ધ્વજ ફરકાવ્યો, અનેક નેતાઓ ભડક્યા  


ગામ મદીના નિવાસી રાજેશ કુમાર કૃષિ આંદોલનમાં સામેલ થઈ તથા ટ્રેક્ટર પરેડમાં ભાગ લેવા માટે પોતાના સાથીઓની સાથે 24 જાન્યુઆરીએ કુંડલી બોર્ડર પર આવ્યો હતો. મંગળવારે સવારે તેને છાતીમાં દુખાવો થયો. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube