કોલકાતા: આગામી વર્ષે પશ્ચિમ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) પહેલા તૃણમૂલ કોંગ્રેસની મુશ્કેલીઓ સતત વધી રહી છે અને મુખ્યમંત્રી મમતા બેનરજીને એક જ દિવસમાં બે મોટા ઝટકા મળ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય શીલભદ્ર દત્ત (Silbhadra Dutta) અને લઘુમતી મોરચાના નેતા કબીર ઉલ ઈસ્લામે શુક્રવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ. આ અગાઉ સુવેન્દુ અધિકારી અને જિતેન્દ્ર તિવારીએ પાર્ટી છોડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂત આંદોલન પર ભાજપની હાઈ લેવલ મીટિંગ, લેવાયો અત્યંત મહત્વનો નિર્ણય


શીલભદ્ર દત્તે પ્રશાંત કિશોર પર ઉઠાવ્યો હતો સવાલ
24 પરગણાના બેરાકપોરથી વિધાયક શીલભદ્ર દત્તે મમતા બેનરજીને પોતાનું રાજીનામું મોકલી દીધુ છે. શીલભદ્ર દત્ત અગાઉ અનેકવાર ભારતીય રાજનીતિક કાર્યવાહી સમિતિ (I-PAC) ના પ્રમુખ પ્રશાંત કિશોર અંગે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે પ્રશાંત કિશોરનું કામ માર્કેટિંગ કંપની જેવું છે. આવામાં માહોલમાં કામ થઈ શકે નહીં. અત્રે જણાવવાનું કે મમતા બેનરજીએ 2019માં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પ્રશાંત કિશોરને પોતાની પાર્ટી માટે રાજનીતિક રણનીતિ તૈયાર કરવા માટે પસંદ કર્યા હતા. 


Farmers Protest: આ રીતે કૃષિ કાયદા પર ખેડૂતોના 'ભ્રમ' દૂર કરશે મોદી સરકાર


મમતા બેનરજીના ખાસ હતા સુવેન્દુ અધિકારી
અત્રે જણાવવાનું કે પૂર્વ મેદિનીપુર જિલ્લામાં નંદીગ્રામ વિસ્તારના વિધાયક સુવેન્દુ અધિકારી મમતા બેનરજીના ખાસ ગણાતા હતા. તેમણે વર્ષ 2009માં નંદીગ્રામમાં ડાબેરી મોરચાની સરકાર વિરુદ્ધ જમીન સંપાદન વિરોધી આંદોલનમાં મમતા બેનરજીની મદદ કરી હતી. ત્યારબાદ ટીએમસી વર્ષ 2011માં પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવી હતી. 


Farmers Protest: PM મોદીએ દેશના અન્નદાતાઓને કર્યો આગ્રહ, કહ્યું- પત્ર ખાસ વાંચો


જિતેન્દ્ર તિવારીએ લગાવ્યો હતો આ આરોપ
સુવેન્દુ અધિકારી ઉપરાંત પાંડેશ્વર વિધાનસભા વિસ્તારના વિધાયક જિતેન્દ્ર તિવારીએ પણ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધુ હતું. તેમણે રાજીનામું આપતી વખતે આરોપ લગાવ્યો હતો કે કોલકાતામાં ખુબ ફંડ છે, પરંતુ આસાનસોલના વિકાસ માટે ફંડ મળતું નથી. તેમણે કહ્યું કે અમને સ્માર્ટ સિટીથી વંછિત રાખવામાં આવ્યા. અમને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટથી પણ વંછિત રખાયા. અમને અનેક વિકાસકાર્યોથી વંછિત રખાયા. આવી સ્થિતિમાં કામ કરવું ખુબ કપરું થઈ રહ્યું છે આથી હું આસાનસોલ નગર નિગમના પ્રશાસનિક બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપું છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube