ઝી મીડિયા/બ્યૂરો :કેરળના પલક્કડમાં ગર્ભવતી હાથિણીની હત્યા મામલે ZEE NEWS ના અભિયાનની મોટી અસર થઈ છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કેરળના વન વિભાગે આ વાતની પુષ્ટિ કરી છે. ZEE NEWS પર  #JusticeForVinayaki અભિયાન ચલાવ્યા બાદ કેરળ સરકાર જાગી હતી અને આ કેસમાં SIT તપાસના આદેશ આપ્યા છે. શૌરનૂરના ડેપ્યુટી એસપીની આગેવાનીમાં SIT નું ગઠન કર્યું છે. પલક્કડના મન્નરકાડડ પોલીસ સ્ટેશનમાં 3 જૂનના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભા ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસના 8 ધારાસભ્યોનો ખેલ પાડ્યો 


વન વિભાગે તપાસ શરૂ કરી દીધી છે. જોકે તપાસ અધિકારી અત્યાર સુધી આ જગ્યા વિશે શોધી શક્યા નથી, જ્યાં હાથિણીને ફળ સાથે ફટાકડા આપવામાં આવ્યા હતા. અધિકારીઓનું માનવું છે કે, મૃત હાથિણી અનેક કિલોમીટર સુધી ચાલીને પલક્કડ પહોંચી હતી. આ હાથિણીને પહેલીવાર 23 મેના રોજ જંગલમાં ફરતી દેખાઈ હતી. જોકે, ત્યાર બાદ તે પલક્કડ જિલ્લામાં વેલ્લિયાર નદીમાં મૃત હાલતમાં મળી હતી. 


કોંગ્રેસને સતત બીજા દિવસે ફટકો, ત્રીજા ધારાસભ્યએ રાજીનામું આપ્યું


કેરળના હાથી સંઘે કર્યો મોટો દાવો
કેરળના હાથી સંઘે મોટો દાવો કર્યો છે. કેરળ હાથી સંધના જણાવ્યા અનુસાર, ગત એક વર્ષમાં અહી 70 હાથીઓના મોત નિપજ્યા છે અને વિનાયકીનું મોત સામાન્ય ન હતું. આ રીતે કોઈને અનાનસ ક્રેકર, તો કોઈને ગોળી મારીને, કોઈને ઈલેક્ટ્રીક શોક આપીને તો કોઈ હાથી પર જેસીબી મશીન ચલાવીને હત્યા કરવામાં આવી છે. પરંતુ કેરળ સરકાર ક્યારેય સક્રિય થઈ નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર