કોંગ્રેસને સતત બીજા દિવસે ફટકો, ત્રીજા ધારાસભ્યએ રાજીનામું આપ્યું

કોંગ્રેસના ધારાસભ્યોનું મોરલ તોડવામાં ભાજપ સફળ રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ત્રીજા ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામુ સોંપ્યું છે. કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. તેના બાદ તેઓએ ધારાસભ્ય પદેથી પણ રાજીનામુ આપ્યું છે. આ વાતની પુષ્ટિ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી છે. બ્રિજેશ મેરજાએ ઈમેઈલથી પોતાનુ રાજીનામુ મોકલી આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોંગ્રેસના કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યું છે. ત્યારે રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી વધુ બે ધારાસભ્યોનું રાજીનામુ પડે તેવી શક્યતા છે. 

કોંગ્રેસને સતત બીજા દિવસે ફટકો, ત્રીજા ધારાસભ્યએ રાજીનામું આપ્યું

ઝી મીડિયા/બ્યૂરો :કોંગ્રેસના ધારાસભ્યોનું મોરલ તોડવામાં ભાજપ સફળ રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ત્રીજા ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામુ સોંપ્યું છે. કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. તેના બાદ તેઓએ ધારાસભ્ય પદેથી પણ રાજીનામુ આપ્યું છે. આ વાતની પુષ્ટિ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી છે. બ્રિજેશ મેરજાએ ઈમેઈલથી પોતાનુ રાજીનામુ મોકલી આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોંગ્રેસના કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યું છે. ત્યારે રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી વધુ બે ધારાસભ્યોનું રાજીનામુ પડે તેવી શક્યતા છે. આમ, કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. આમ, કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે.

રાજ્યસભાની ચૂંટણીનું ગણિત હવે બદલાશે. કોંગ્રેસના મતોની ગણતરી ઓછી થશે. આવામાં કોગ્રેસ માટે રાજ્યસભાની ચૂંટણી જીતવાનો રસ્તો આસાન દેખાઈ નથી રહ્યો. સોનિયા ગાંધીને મોકલેલ રાજીનામામાં તેમણે લખ્યું કે, પક્ષમાં રહીને હું જનતાની સેવાનું કામ નથી કરી શક્યો. કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યાં છે. જ્યારે જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવે છે ત્યારે ત્યારે કોંગ્રેસ તૂટે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news