નવી દિલ્હી: ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલી (Chamoli) માં રવિવારે ઘટેલી દુર્ઘટનાના 35 જેટલા કલાક વીતી ગયા છે. તપોવન (Tapovan) માં આવેલા NTPC ના પાવર પ્રોજેક્ટમાં રેસ્ક્યૂ વર્ક સતત ચાલુ છે. આ પ્રોજેક્ટની બીજી સુરંગમાં સતત બચાવ કાર્ય ચાલુ છે. ITBP, NDRF, SDRF અને ઉત્તરાખંડ પોલીસની સંયુક્ત ટીમ આ સુરંગમાં 100 મીટર અંદર સુધી પહોંચી ગઈ છે. પરંતુ આગળ કચરાના ઢગલા છે. સુરંગમાં અનેક ટન કચરો ભરાયેલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેસ્ક્યૂ ટીમ, જેસીબી, ઓક્સિજન સિલિન્ડર, સ્નિફર ડોગ સાથે ત્યાં હાજર છે. પરંતુ કીચડે રસ્તો રોક્યો છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે કહ્યું કે લગભગ 50 મીટર સુધી હજુ કચરો છે અને જો રેસ્ક્યૂ ટીમ આ વિધ્ન પાર પાડી જાય તો આપણેને કઈ સારા સમાચાર મળી શકે છે. 


Chamoli ની ઘટના પર ઉમા ભારતીએ કહ્યું- ઋષિ ગંગા પર જે થયું તે ચિંતા અને ચેતવણી બંનેનો વિષય


અત્યાર સુધીમાં 28 મૃતદેહો મળી આવ્યા
અત્રે જણાવવાનું કે સીએમ ત્રિવેન્દ્ર રાવત સોમવારે સાંજે આ સુરંગ પાસે હાજર હતા. તેમણે પણ રેસ્ક્યૂ ટીમની બેઠક કરી અને કાર્યની પ્રગતિની સમીક્ષા કરી. સોમવારે 202 ગુમ થયેલા લોકોમાંથી 5 લોકોએ પોતે હાજર છે તેવો રિપોર્ટ નોંધાવ્યો હતો. આથી હવે ગુમ થયેલા લોકોની સંખ્યા 197 થઈ છે. જેમાંથી અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. આમ હવે 169 લોકો લાપત્તા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube