ખુશખબરી ! બેરોજગાર છો તો અહીં Government આપી રહી છે JOBS, કોઇ પરીક્ષા નહી સીધી નોકરી
નોકરીઓ મુદ્દે સરકારનાં મંત્રાલયોમાં હલચલ જોવા મળી રહી છે. લોકડાઉનના કારણે અનેક લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે. નોકરી વાંચ્છુકોની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો છે. એવામાં શ્રમ અને રોજગાર મંત્રાલયનું કહેવું છે કે, લોકડાઉન વચ્ચે મંત્રાલયનાં નેશનલ કરિયર સર્વિસ પ્રોજેક્ટ (NCS) હેઠળ 76 ઓનલાઇન જોબ મેલા લગાવવામાં આવશે. આગળ વધારે પણ આયોજન કરવામાં આવશે. NCS હેઠળ અત્યાર સુધી કુલ 73 લાખ લોકોને નોકરી મળી ચુકી છે.
નવી દિલ્હી : નોકરીઓ મુદ્દે સરકારનાં મંત્રાલયોમાં હલચલ જોવા મળી રહી છે. લોકડાઉનના કારણે અનેક લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે. નોકરી વાંચ્છુકોની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો છે. એવામાં શ્રમ અને રોજગાર મંત્રાલયનું કહેવું છે કે, લોકડાઉન વચ્ચે મંત્રાલયનાં નેશનલ કરિયર સર્વિસ પ્રોજેક્ટ (NCS) હેઠળ 76 ઓનલાઇન જોબ મેલા લગાવવામાં આવશે. આગળ વધારે પણ આયોજન કરવામાં આવશે. NCS હેઠળ અત્યાર સુધી કુલ 73 લાખ લોકોને નોકરી મળી ચુકી છે.
બંગાળમાં 1થી ધાર્મિક સ્થળ અને 8 જૂનથી સમગ્ર રાજ્ય ધમધમતું થશે: મમતા બેનર્જી
બીજી તરફ એવા ઘણા લોકો છે જેમનામાં ટેલેન્ટને નિખારીને એક યોગ્ય દિશા નિર્દેશ આપીને તેમને વધારે સારી નોકરી લાયક બનાવી શકાય છે એટલ માટે મંત્રાલયનું કહેવું છે કે, અમે TCS સાથે મળીને કેટલાક ઓનલાઇન કરિયર સ્કિલ ટ્રેનિંગની શરૂઆત કરી ચુક્યા છીએ. તેમાં ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ અનુસાર લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે. તેમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ, કોર્પોરેટ એટિકેટ્સ, પ્રોજેક્ટેંશન સ્કિલ શીખવવામાં આવશે, આ કોર્ટ હિંદી અને અંગ્રેજીમાં ઉપલબ્દ હશે. તેના માટે www.ncs.gov.in પરથી વધારે માહિતી મેળવી શકાય છે. આંકડાઓ અનુસાર આ સમયે દેશમાં 1 કરોડ એક્ટિવ જોબ સિકર્સ છે. જેમાંથી 54 હજાર NCS પર રજીસ્ટર્ડ છે. જ્યારે 1000 એમ્પલોયમેન્ટ એક્સચેન્જ છે.
અજીત જોગીને રાત્રે 2.30 વાગ્યે રાજીવ ગાંધીનો ફોન આવ્યો, કલેક્ટરી છોડીને નેતા અને CM બન્યા
મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓ અનુસાર જોબ ઇચ્છતા લોકોની વીડિયો પ્રોફાઇલ પણ બનાવવામાં આવી રહી છે. જેથી કંપનીઓ ઓનલાઇનની તેની ક્વોલિટી જોઇએ તેના માટે HIREMEE પ્લેટફોર્મની સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે. નેશનલ કરિયર સર્વિસ હેઠળ તમામ કામ ફ્રી કરવામાં આવી રહ્યા છે. એટલે કે ટ્રેનિંગ, વોકેશનલ કોર્સ કરવા, જોબ લિંક્સ ઉપલબ્ધ કરાવવા, વીડિયો પ્રોફાઇલ બનાવવા જેવા કામ માટે પૈસા નથી લેવામાં આવતા. એટલા માટે જો કોઇને જોબ શોધી રહ્યું હોય તો તે NCS પર પોતાની પ્રોફાઇલ બનાવી શકે છે.બીજી તરફ નાણામંત્રાલય પણ દેશમાં લોકાડાઉનના કારણે કેટલી નોકરીઓ ગઇ છે, કેટલા લોકો નોકરી માટે પ્રયાસો કરી રહ્યા છે. તેના માટે શ્રમ મંત્રાલય ડેટા એકત્ર કરી રહ્યું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube