Coronavirus: વિશ્વમાં સૌથી વધુ લોકો ભારતમાં કોરોનાથી રિકવર થયા, સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સિન પર આપી માહિતી
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, અત્યાર સુધી દેશમાં 5 કરોડ 80 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યુ કે, પાછલા સપ્તાહે 76 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ કોરોના સામે લડાઈ વચ્ચે દેશ સતત પોતાની સ્વાસ્થ્ય સુવિધાઓમાં સુધાર કરી રહ્યો છે. સારી વાત છે કે દેશમાં જ્યાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 9,90,061 છે તો અત્યાર સુધી 38,59,399 કોરોના દર્દી રિકવર થઈ ચુક્યા છે. આટલી મોટી સંખ્યામાં વિશ્વના કોઈપણ દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થયા નથી. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી છે.
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, અત્યાર સુધી દેશમાં 5 કરોડ 80 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યુ કે, પાછલા સપ્તાહે 76 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો સક્રિય કેસની સંખ્યા દેશના કુલ કેસના માત્ર 1/5 છે. તેમણે કહ્યું, દેશમાં 5 રાજ્યો એવા છે જેમાં દેશના કુલ સક્રિય કેસના 60 ટકા કેસો છે. દેશભરમાં કુલ સક્રિય કેસોમાં મહારાષ્ટ્રમાં 29% થી વધુ, આંધ્ર પ્રદેશમાં લગભગ 9 ટકા, કર્ણાટકમાં 10 ટકા, ઉત્તર પ્રદેશમાં 6.8 ટકા અને તમિલનાડુમાં લગભગ 4.7 ટકા કેસ છે.
શિવસૈનિકોના હુમલામાં ઘાયલ થયેલા રિટાયર્ડ નેવી અધિકારી ભાજપમાં જોડાયા, કહ્યું- 'હવે હું BJP-RSS સાથે'
યૂપીમાં વધી રહ્યો છે મૃત્યુદર
ભૂષણે કહ્યુ કે દેશમાં 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે જેમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 5000થી 50,000 વચ્ચે છે. માત્ર 4 રાજ્યો એવા છે જ્યાં સક્રિય કેસોની સંખ્યા 50,000થી વધુ છે. તેમણે કહ્યું, કર્ણાટકમાં થોડી સ્થિરતા જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં સતત કેસ વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં મૃત્યુદરમાં વધારો જોવા મળી રહ્યો છે અને ઉત્તર પ્રદેશમાં પણ મૃત્યુદર વધી રહ્યો છે. યૂપીમાં દરરોજ 70 મૃત્યુ થઈ રહ્યાં છે. તો તમિલનાડુમાં પ્રતિ દિવસ મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે.
પ્રતિ મિલિયન માત્ર 3500 દર્દી
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દિલ્હીમાં મોટી સંખ્યામાં ટેસ્ટ થઈ રહ્યાં છે, જ્યારે 8.9% પોઝિટિવિટી રેટ છે. ભારતમાં દરરોજ ટેસ્ટની સંખ્યા વધી રહી છે. 29 જુલાઈ સુધી જ્યાં દિવસમાં 5,04,266 ટેસ્ટ થતા હતા, તો 9 સપ્ટેમ્બર સુધી 10,94,592 ટેસ્ટ થવા લાગ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવે કહ્યું કે, જ્યાં વિશ્વના અન્ય દેશોમાં પ્રતિ મિલિયન 5000થી 22000 સુધી કોરોના પોઝિટિવ મળી રહ્યાં છે, તો ભારતમાં પ્રતિ મિલિયન 3500 દર્દીઓ મળ્યા છે. આ પ્રમાણે આપણે લિસ્ટમાં સૌથી નીચે છીએ.
સંસદમાં બોલ્યા રાજનાથ સિંહ, 'LAC પર ચીને સૈનિકોનો જમાવડો કર્યો, આપણી સેના પણ તૈયાર'
પ્લાઝ્મા થેરેપીને લઈને ચાલી રહ્યો છે અભ્યાસઃ ICMR
કોરોનાથી થતા મોતોને લઈને સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે, વિશ્વના બધા વધુ પ્રભાવિત દેશોમાં જ્યાં પ્રતિ મિલિયન જનસંખ્યા પ્રમાણે 128થી લઈને 600 સુધી દ્ર્દીઓના મૃત્યુ થઈ રહ્યાં છે, તો ભારતમાં આ આંકડો 58 છે. આ રાહતની વાત છે. આઈસીએમઆરે કોરોના વેક્સિનને લઈને કહ્યું કે, દેશમાં 3 વેક્સિનક્લિનિકલ ટ્રાયલ પર છે. તેમણે તે પણ કહ્યું કે, પ્લાઝ્મા થેરેપીને લઈને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube