શિવસૈનિકોના હુમલામાં ઘાયલ થયેલા રિટાયર્ડ નેવી અધિકારી ભાજપમાં જોડાયા, કહ્યું- 'હવે હું BJP-RSS સાથે'

શિવસૈનિકોના હુમલામાં ઘાયલ થયેલા રિટાયર્ડ નેવી અધિકારી હવે ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પણ મળ્યા અને ન્યાયની માગણી કરી.

શિવસૈનિકોના હુમલામાં ઘાયલ થયેલા રિટાયર્ડ નેવી અધિકારી ભાજપમાં જોડાયા, કહ્યું- 'હવે હું BJP-RSS સાથે'

મુંબઈ: શિવસૈનિકોના હુમલામાં ઘાયલ થયેલા રિટાયર્ડ નેવી અધિકારી હવે ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પણ મળ્યા અને ન્યાયની માગણી કરી. પૂર્વ નેવી અધિકારી મદન શર્માએ ગત અઠવાડિયે શિવસેનાના કાર્યકરો પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. તેમને આંખમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારની આકરી ટીકા થઈ હતી. મુંબઈ પોલીસે આ કેસમાં 6 લોકોની ધરપકડ કરી હતી. જો કે તેમને 24 કલાકની અંદર જામીન પણ મળી ગયા.

— ANI (@ANI) September 15, 2020

પૂર્વ નેવી અધિકારી મદન શર્માએ આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે રાજભવનમાં મુલાકાત કરી. મુલાકાત બાદ મદન શર્માએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે હવેથી હું BJP-RSS સાથે  છું. જ્યારે મને પીટવામાં આવ્યો તો તેમણે મારા પર આરોપ લગાવ્યો કે હું ભાજપ-આરએસએસ સાથે છું. આથી હવે હું જાહેરાત કરું છું કે આજથી હું BJP-RSS સાથે છું. 

— ANI (@ANI) September 15, 2020

રક્ષામંત્રી રાજનાથ સિંહે પૂર્વ નેવી અધિકારી સાથે કરી હતી વાત
રક્ષામંત્રી રાજનાથ સિંહે શનિવારે કહ્યું હતું કે તેમણે પૂર્વ નેવી અધિકારી સાથે વાત કરી છે જેમના પર મુંબઈમાં 'ગુંડાઓ'એ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ બિલકુલ સ્વીકાર્ય નથી અને નિંદનીય છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર બનેલું એક કાર્ટુન સોશિયલ મીડિયામાં શેર કરવાના આરોપસર શિવસેનાના કથિત કાર્યકરોએ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં શુક્રવારે પૂર્વ નેવી અધિકારી મદન શર્મા સાથે મારપીટ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news