Jahangirpuri Violence: માત્ર મુસ્લિમોની ધરપકડ કેમ? ઓવૈસીએ ઉઠાવ્યો સવાલ
Owaisi on Jahangirpuri Violence: હનુમાન જન્મોત્સવના દિવસે દિલ્હીના જહાંગીપુરીમાં થયેલી હિંસાનો મામલો વધતો જઈ રહ્યો છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરી છે.
Owaisi Statement on Jahangirpuri Violence: દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવના દિવસે થયેલી હિંસાનો મામલો વેગ પકડી રહ્યો છે. આ મામલે હવે AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આ મામલે પોલીસની કાર્યવાહી પર સવાલો ઉભા કર્યા છે. અત્યાર સુધીની તપાસમાં પોલીસે 20 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓમાં 2 સગીર પણ સામેલ છે.
ઓવૈસીએ અમિત શાહ પર સાધ્યું નિશાન
ઓવૈસીએ કહ્યું કે, જ્યાર્થી અમિત શાહ ગૃહ મંત્રી બન્યા છે, દિલ્હીમાં તશદ્દુદના બનાવો સામાન્ય બની ગયા છે. શું આ તમંચા-ધારીયા પર આર્મ્સ એક્ટ નહીં લાગે? તમારી પોલીસે 14 લોકોની ધરપકડ કરી છે, બધા જ મુસ્લિમ છે.
Jahangirpuri Violence LIVE:હિંસાના આરોપી અંસાર-અસલમને કોર્ટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યા
દિલ્હીના મુખ્યમંત્રીની કાયરતા
તેમણે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રીની કાયરતા છે કે તેઓ દોષિઓના નામ લઈ શકતા નથી. ઝુલૂસમાં બંદુક અને તમંચા લઇને ફરતા લોકો સામે તેમનું મોં ખુલ્લી રહ્યું નથી. મસ્જિદોને નાપાક કરવાનો પ્રયાસ કરી રહેલા ટોળાની કોઈ નિંદા નથી. પ્રેમ મોહબ્બતની વાત ત્યારે જ સારી લાગે છે જ્યાં ઇન્સાફ હોય, ઇન્સાફ વગર ભાઈચારો શક્ય નથી.
કોણ છે દિલ્હી હિંસા કેસનો આરોપી મોહમ્મદ અંસાર? જાણો તેની આખી કુંડળી
સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે પોલીસ
જહાંગીરપુરી હિંસા મામલે પોલીસે મુખ્ય આરોપીઓને રોહિણી કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે અંસાર અને અસલમને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. વકીલ વિકાસ વર્માએ જણાવ્યું કે, અન્યઆ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું કે, 15 એપ્રિલના અંસાર અને અસલમને જાણકારી મળી હતી કે એક યાત્રા નિકળવાની છે અને આ લોકોએ ષડયંત્ર રચ્યું હતું. પોલીસે કોર્ટમાં કહ્યું કે, ઘટનાની તપાસ માટે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube