Jahangirpuri Violence: આરોપીએ કરી બેશરમીની હદ પાર, 'પુષ્પા'ની એક્શન કરતો કેમેરામાં કેદ
Jahangirpuri Violence: હનુમાન જન્મોત્સવના દિવસે દિલ્હીમાં હિંસા બાદ હવે દિલ્હી પોલીસ જામિયા નગર વિસ્તારમાં ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ કરી રહી છે. જહાંગીરપુરી હિંસા કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ કેસમાં ડિસ્ટ્રિક્ટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચને તપાસમાં સહયોગ આપશે.
Trending Photos
Jahangirpuri Violence LIVE: દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધી 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે સગીરો પણ સામેલ છે. તો બીજીતરફ પોલીસે આરોપી પાસેથી 3 પિસ્તોલ અને 5 તલવાર જપ્ત કરી છે. અહીં જોઓ આ ઘટનાની તમામ અપડેટસ્...
20:15 PM
પોલીસે કોર્ટમાં કહી આ વાત
દિલ્હી પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે અને તેના આધાર પર અન્ય આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે જ પોલીસ હિંસાની જગ્યા પરથી પુરાવા એકત્ર કરી રહી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું કે, 15 તારીખના અંસાર અને અસલમને જાણકારી મળી હતી કે એક યાત્રા નિકળવાની છે. ત્યારબાદ આ લોકોએ ષડયંત્ર રચ્યું હતું.
18:55 PM
કોર્ટે મુખ્ય આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલ્યા
જહાંગીરપુરી હિંસા મામલે રોહિણી કોર્ટે બે મુખ્ય આરોપી અંસાર અને અસલમને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. વકીલ વિકાસ વર્માએ જણાવ્યું હતું કે, અન્ય 12 ને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું કે, 15 એપ્રિલના અઅંસાર અને અસલમની જાણકારી મળી હતી કે એક યાત્રા નિકળવાની છે અને આ લોકોએ ષડયંત્ર રચ્યું હતું.
18:19 PM
દિલ્હી પોલીસે 20 લોકોની કરી ધરપકડ
દિલ્હી પોલીસે જહાંગીરપુરી હિંસા મામલે અત્યાર સુધીમાં કુલ 20 લોકોની ધરપકડ કરી છે. પોલીસે 2 સગીરને પણ કસ્ટડીમાં લીધા છે. અત્યાર સુધીમાં આરોપીઓ પાસેથી 3 પિસ્તોલ અને 5 તલવાર પણ જપ્ત કરવામાં આવી છે.
1. ઝાહિદ પુત્ર અલ્ફાઝુદ્દીન નિવાસી બી-બ્લોક, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 20 વર્ષ
2. અંસાર પુત્ર અલ્લાઉદ્દીન નિવાસી બી-બ્લોક, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 35 વર્ષ
3. શહજાદ પુત્ર અલી અકબર નિવાસી ઝુગ્ગી એ-બ્લોક, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 33 વર્ષ
4. મુખ્તાર અલી પુત્ર સમબુલ નિવાસી ઝુગ્ગી એ-બ્લોક, જહાંગીરપુરી, દિલ્હી, ઉમર 28 વર્ષ
5. મો. અલી પુત્ર હસન નિવાસી સીડી પાર્ક ઝુગ્ગી, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 18 વર્ષ
6. આમિર પુત્ર ફઝલુરેહમાન નિવાસી સી-બ્લોક, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 19 વર્ષ
7. અક્સર પુત્ર શેખ સ્મૌસ નિવાસી સીડી પાર્ક ઝુગ્ગી, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 26 વર્ષ
8. નૂર આલમ પુત્ર હોશિયાર રહમાન નિવાસી સી-બ્લોક, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 28 વર્ષ
9. મોહમ્મદ અસલમ પુત્ર સ્મોન નિવાસી સીડી પાર્ક ઝુગ્ગી, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 21 વર્ષ
10. ઝાકીર પુત્ર શેખ રફીક નિવાસી ઝુગ્ગી સી-બ્લોક, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 22 વર્ષ
11. અકરમ પુત્ર મોહમ્મદ શકીલ નિવારી સીડી પાર્ક ઝુગ્ગી, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 22 વર્ષ
12. ઈમ્તિયાઝ પુત્ર મોહમ્મદ ઈઝરાયેલ નિવાસી જી-બ્લોક, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 29 વર્ષ
13. મો. અલી જસમુદ્દીન પુત્ર ઈસરાફીલ નિવાસી સી-બ્લોક, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 27 વર્ષ
14. આહીર પુત્ર હનીફ ખાન નિવાસી સી-બ્લોક, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 35 વર્ષ
15. શેખ સૌરભ પુત્ર શેખ અહેમદ નિવાસી સી-બ્લોક, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 42 વર્ષ
16. સુરજ પુત્ર સુકેન નિવાસી જી-બ્લોક, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 21 વર્ષ
17. નીરજ પુત્ર સુકેન નિવાસી જી-બ્લોક, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 19 વર્ષ
18. સુકેન પુત્ર નરેશ નિવાસી જી-બ્લોક, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 45 વર્ષ
19. સુરેશ પુત્ર નરેશ નિવાસી જી-બ્લોક, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 43 વર્ષ
20. સુજીત સરકાર પુત્ર સુકુમાર સરકાર નિવાસી જી-બ્લોક, જહાંગીરપુરી, દિલ્હી, ઉંમર 38 વર્ષ
18:00 PM
ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો કેસ
જહાંગીરપુરી હિંસા કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર રવિન્દર યાદવ સ્થળનું નિરિક્ષણ કરવા પહોંચ્યા. આ કેસમાં ડિસ્ટ્રિક્ટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચને તપાસમાં સહયોગ આપશે.
17:44 PM
કોર્ટમાં હાજરી દરમિયાન જોવા મળી બેશરમી
કોર્ટમાં હારજી દરમિયાન એક આરોપીએ બેશરમીની હદ પાર કરી હતી. શોભાયાત્રામાં હિંસા ફેલાવનાર આરોપીને જ્યારે રોહિણી કોર્ટમાં લઇ જવામાં આવ્યો ત્યારે તે ફિલ્મી અંદાજમાં 'પુષ્પા'ની એક્શન કરતો જોવા મળ્યો હતો. તેના ચહેરા પર સ્પષ્ટ દેઈખાઈ રહ્યું હતું કે તેને પોલીસની કાર્યવાહીનો કોઇ ભય નથી.
#WATCH | Accused in Jahangirpuri violence case being taken to Rohini court pic.twitter.com/UZZPobYZ4n
— ANI (@ANI) April 17, 2022
17:42 PM
ડ્રોન સર્વેલન્સ
હનુમાન જન્મોત્સવના દિવસે દિલ્હીમાં હિંસા બાદ હવે દિલ્હી પોલીસ જામિયા નગર વિસ્તારમાં ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ કરી રહી છે.
#WATCH | Delhi Police uses drone cameras for patrolling in Jamia Nagar and Jasola to ensure law and order in the areas. pic.twitter.com/WhDzKg8sFm
— ANI (@ANI) April 17, 2022
17:01 PM
પથ્થરમારામાં બાળકોને સામેલ કરનાર સામે થવી જોઈએ કાર્યવાહી
રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે જહાંગીરપુરી હિંસાની સુઓમોટો નોંધ લીધી. જહાંગીરપુરી હિંસામાં બાળકો દ્વારા પથ્થરમારા પર NCPCR એ DCP નોર્થ વેસ્ટને પત્ર લખ્યો. આ પત્રમાં લખ્યું હતું કે, કેટલાક વીડિયોમાં બાળકો પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે, આવી ગતિવિધિઓમાં બાળકોને સામેલ કરવા મોટો ગુનો છે. બાળકોનો ઉપયોગ કરનારાઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી 7 દિવસમાં વિગતો આપો.
16:30 PM
હાથમાં પિસ્તોલ લઇ જોવા મળ્યો યુવક
દિલ્હીના જહાંગીરપુરી હિંસાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક શખ્સ ખુલ્લેઆમ પિસ્તોલ દેખાડી રહ્યો છે.
हिंसा का सबसे नया वीडियो, पत्थरबाज़ी के बीच पिस्टल ताने दिखा दंगाई #JahangirpuriViolence #DelhiRiots pic.twitter.com/ecbVlEoZKR
— Zee News (@ZeeNews) April 17, 2022
15:39 PM
ZEE News એ કર્યો આરોપી સાથે વાત કરવાનો પ્રયાસ
જહાંગીરપુરી સ્ટેશનથી દિલ્હી પોલીસ તમામ આરોપીઓને લઇને નીકળી. તે આરોપીઓમાંથી એક આરોપી અસલમ સાથે ZEE News એ વાત કરવાનો પ્રયત્ન કર્યો. જો કે, દિલ્હી પોલીસના તમામ સુરક્ષાકર્મી તે લોકોને કોર્ટ લઇ ગયા.
14:43 PM
આરોપી અંસાર પર નોંધાયેલા છે અન્ય ઘણા કેસ
જહાંગીરપુરી હિંસા મામલે તપાસ દરમિયાન આરોપી અંસારની ધરપકડ કરવામાં આવી છે. તેની વિરૂદ્ધ પહેલાથી અન્ય કેસ નોંધાયેલા છે. દિલ્હી પોલીસે આ વાતનો ખુલાસો કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે