નવી દિલ્હી: મસાલા કિંગના નામથી મશહૂર MDH ના માલિક મહાશય ધર્મપાલ ગુલાટી (Mahashay Dharampal Gulati) નું 97 વર્ષની વયે ગુરુવારે દિલ્હીમાં નિધન થયું. ધર્મપાલ ગુલાટીએ દિલ્હીના માતા ચંદનદેવી હોસ્પિટલમાં 3 ડિસેમ્બરના રોજ સવારે 6 વાગે છેલ્લા શ્વાસ લીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનથી આવ્યા હતા ભારત
મહાશય ધર્મપાલ ગુલાટીનો જન્મ 27 માર્ચ 1923ના રોજ પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો અને અહીંથી તેમના વ્યવસાયનો પાયો નખાયો હતો. કંપનીની શરૂઆત શહેરમાં એક નાનકડી દુકાનથી થઈ. જેને તેમના પિતાએ ભાગલા પહેલા શરૂ કરી હતી. જો કે 1947માં દેશના ભાગલા પડી જતા તે વખતે તેમનો પરિવાર દિલ્હી આવી ગયો હતો. 


પદ્મભૂષણથી છે સન્માનિત
ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે મહાશય ધર્મપાલ ગુલાટી(Dharampal Gulati)ને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube