નવી દિલ્હીઃ  ZEE NEWS WORLD EXCLUSIVEમાં મોટા સમાચાર તે છે કે ચીન વિરુદ્ધ ભારતીય સેનાની અંડમાનમાં મોટી તૈયારી છે. ગલવાન બાદ ભારતે ચીન વિરુદ્ધ સમુદ્રમાં મોરચો ખોલી દીધો છે. ભારતીય નૌસેનાએ PLA પર નજર રાખવા માટે P8i એરક્રાફ્ટને અંડમાનમાં તૈનાત કરી દીધું છે. હિંદ મહાસાગરમાં ચીન વિરુદ્ધ સતર્કતા વધારી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજા મોટા સમાચાર ચીન માટે વધુ મુશ્કેલી ઉભી કરનાર છે. ZEE NEWS WORLD EXCLUSIVEમાં બીજા મોટા સમાચાર તે છે કે સાઉથ ચાઇના સીમાં અમેરિકાએ 2 એરક્રાફ્ટ કરિયર તૈનાત કરી દીધા છે. અમેરિકાએ USS રોનાલ્ડ રીગન અને USS  નિમિત્જને ઉતાર્યા છે અને ત્યાં અમેરિકી નૌસેનાનો યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે. આ ચીનના સમુદ્રી વિસ્તારવાદ પર લગામ લગાવવાની દ્રષ્ટિએ મોટા સમાચાર છે. 


દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકાના 2 એરક્રાફ્ટ કરિયર હાજર છે. USS રોનાલ્ડ રીગન અને USS નિમિત્જને ઉતાર્યા છે. USS રોનાલ્ડ રીગન સૌથી મોટા એરક્રાફ્ટ કરિયમાંથી એક છે. દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકી નૌસેના યુદ્ધાભ્યાસ પણ કરી રહી છે. દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકી નૌસેનાના અન્ય 4 યુદ્ધોજહાજો પણ હાજર છે. 


ચીનને લાગશે ડબલ ઝટકો, પીએમ મોદીએ એપ બનાવવા માટે યુવાઓને આપી ચેલેન્જ


સમુદ્રમાં ચીનની ઘેરાબંધી
ચીનની ઘેરાબંધી દક્ષિણ પૂર્વ એશિયાના દેશોથી થશે. અમેરિકા આ વિસ્તારમાં ખાસ કરીને વિયતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા અને ફિલીપીન્સ જેવા દેશોનું નામ લીધુ છે, આ તે દેશ છે જેની સાથે દક્ષિણ ચીન સાગરમાં ચીનનો વિવાદ ચાલી રહ્યો છે. ચીન આ દેશોને સૈન્ય શક્તિ દેખાડીને ધમકાવતુ રહે છે. તેમાં ફિલીપીન્સ સાથે અમેરિકાની વર્ષ 1988થી સમજુતી છે,જેમાં અમેરિકાના યુદ્ધતોજહાજોને ફિલીપીન્સમાં રોકાયા વગર પ્રવેશ મળે છે. 


ચીનના ખતરા વચ્ચે વિયતનામ ફરીથી અમેરિકાની નજીક આવી ગયું છે અને તેણે પોતાના સમુદ્રી કિનારાની રક્ષા માટે અમેરિકાની સેનાનો સહયોગ મળી રહ્યો છે. ઇન્ડોનેશિયા અને મલેશિયની સાથ પણ અમેરિકા રક્ષા સહયોગ સતત વધારી રહ્યું છે. તાઇવાન વિરુદ્ધ તો ચીને જાહેરમાં સૈન્ય આક્રમણની ધમકી આવી હતી અને પોતાના લડાકૂ વિમાનને મોકલી દીધા હતા. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube