નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા કેસ (INX Media Case) માં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પી ચિદમ્બરમે (P Chidambaram) આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે સરકાર મારો અવાજ દબાવી શકશે નહીં. કોઈ પણ આરોપ વગર નેતાઓની ધરપકડ કરાઈ. મંત્રી તરીકે મારો રેકોર્ડ અને અંતરાત્મ ચોખ્ખા છે. મારી સાથે કામ કરનારા અધિકારીઓ, સંપર્ક રાખનારા બિઝનેસમેન અને પત્રકારો આ વાત સારી પેઠે જાણે છે. જેલમાંથી 106 દિવસ બાદ છૂટકારો થયા બાદના પળો અંગેના અનુભવો વર્ણવતા તેમણે કહ્યું કે જ્યારે ગઈ  કાલે રાતે લગભગ આઠ વાગ્યે છૂટ્યો તો મારા ખ્યાલ અને દુઆઓમાં સૌથી પહેલા કાશ્મીર ઘાટીના 75 લાખ લોકો આવ્યાં કે જેઓ ચાર ઓગસ્ટ 2019 બાદથી મૂળભૂત અધિકારોથી વંચિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદરાબાદ બાદ હવે ઉન્નાવમાં દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવી, સ્થિતિ ગંભીર


પી ચિદમ્બરમે કહ્યું કે ખાસ કરીને તે રાજકીય નેતાઓ માટે ચિંતિત છું જેમને કોઈ પણ આરોપ વગર અટકાયતમાં રાખવામાં આવ્યાં. આઝાદી અમૂલ્ય છે. આથી જો આપણે આપણી આઝાદી બચાવી હોય તો તેમની આઝાદી માટે લડવું પડશે. આઈએનએક્સ મીડિયા કેસ અંગે પૂછતા તેમણે કહ્યું કે આ મામલો કોર્ટમાં વિચારાધીન છે. આથી આ મુદ્દે  કોઈ ટિપ્પણી નહીં કરું. 


VIDEO: નરસિંહ રાવે ગુજરાલની સલાહ માની હોત તો 1984ના રમખાણો રોકી શકાયા હોત: મનમોહન સિંહ


આરબીઆઈ (RBI) ની હાલની ક્રેડિટ પોલીસીની જાહેરાત બાદ દેશની અર્થવ્યવસ્થા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે હાલની સરકાર (Modi Government) ના સમયમાં અર્થવ્યવસ્થાનો વિકાસ દર 8 ટકાથી ઘટીને 4.5 ટકા રહી ગયો. દેશમાં મંદી જેવા હાલાત છે. પરંતુ સરકાર માનવા તૈયાર નથી. તેમણે કહ્યું કે હાલની સ્થિતિ જોતા કહી શકાય કે વર્ષના અંત સુધીમાં જો આ વૃદ્ધિ દર પાંચ ટકા રહે તો આપણે ભાગ્યશાળી સાબિત થઈશું. દેશના મોટા અર્થશાસ્ત્રી ડો.અરવિંદ સુબ્રમણ્યમે 5 ટકાને લઈને ચેતવણી આપી હતી પરંતુ હવે સ્થિતિ તેનાથી પણ ખરાબ છે. તેમણે કહ્યું કે દર વખતની જેમ પીએમ મોદી (Narendra Modi) આ મુદ્દે પણ ચૂપ છે. તેમણે આ મુદ્દે પોતાના મંત્રીઓને ખોટું બોલવાની છૂટ આપેલી છે. 


તેમણે કહ્યું કે અર્થશાસ્ત્રીઓના જણાવ્યાં મુજબ તેનું પરિણામ એ આવ્યું કે સરકાર અર્થવ્યવસ્થાને સંભાળવાને લઈને અસક્ષમ મેનેજર સાબિત થઈ છે. દેશની અર્થવ્યવસ્થા ખોટા હાથમાં છે. ટેક્સ આતંકવાદ, જીએસટી અને નોટંબધીના કારણે દેશની અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. 


આ VIDEO પણ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube