નવી દિલ્હી : INX મીડિયા કેસ (INX Media case) માં પૂર્વગૃહ અને નાણામંત્રી પી.ચિદમ્બરમ (P Chidambaram) ને કોર્ટમાં રાહત નથી મળી. 19 સપ્ટેમ્બર સુધી ચિદમ્બરમ (P Chidambaram) ને તિહાડ જેલમાં રહેવું પડશે. અહીં તેમને કોઇ પણ વીઆઇપી ટ્રીટમેન્ટ નહી આપવામાં આવે. તિહાડમાં લાકડાની પાટ પર પસાર કરવું પડશે. અહીં ન તો આરામદાયક તકિયા અને ગાદલું હશે કે ન તો એર કન્ડીશનની ઠંડી હવા. ન તો વેસ્ટર્ન ટોઇલેટ હશે. અત્યાર સુધી ચિદમ્બરમ સીબીઆઇ મુખ્યમથકની એરકન્ડીશન ઇમારતમાં પોલીસ રિમાન્ડની રાતો ગુજારી રહ્યા હતા, જ્યાં સુવિધાઓ તિહાડ કરતા ઘણી સારી સુવિધા હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

POK માં પાક.નું પોત પ્રકાશ્યું, આતંકવાદીઓના મહાગઠબંધનની તસ્વીરો સામે આવી..
વિચારાધીન કેદીઓને સામાન્ય રીતે જેલ નંબર 7માં રાખવામાં આવે છે. 
આ અગાઉ તિહાડ જેલનાં ઉચ્ચ પદસ્થ સુત્રોએ જણાવ્યું કે, આમ તો આર્થિક મુદ્દાનાં વિચારાધીન કેદીઓને સામાન્ય રીતે જેલ નંબર 7માં જ રાખવામાં આવે છે. અલગ વાત છે કે હાલનાં સમયમાં 7 નંબરની જેલમાં અનેક હાઇ પ્રોફાઇલ આર્થિક ગુનાખોરીના કિસ્સાઓમાં કેદીઓને રખાય છે. આ જેલમાં હાલના સમયમાં આશરે 650 કેદીઓ છે. જો કે આર્થિક ગોટાળા મુદ્દે જોડાયેલા કેદનીઓની સંખ્યા નગણ્ય છે, એવામાં તિહાડની 7 નંબરની જેલને થોડા સમય પહેલા  સુધી બાળકોની જેલ બનાવાઇ હતી. સાથે જ આ જેલ ખુબ જ સાંકડી છે. તેના સેલ પણ ખુબ જ નાના છે. આ સાથે જ આ જેલમાં મહિલાઓની છેડતી કરનારા ગુનાખોરોને અહીં રાખવામાં આવી રહ્યા છે. આ સ્થિતીમાં હાલ ચિદમ્બરમ જેવા હાઇપ્રોફાઇલ કેદીઓને પણ 7 નંબરની જેલની અંદર રાખવામાં આવી રહ્યા છે.


ચિદમ્બરમને ઝટકો, કોર્ટે 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલ મોકલાયા
આઝમ ખાનનાં રિઝોર્ટમાં પકડાઇ વિજ ચોરી, કનેક્શન કપાયું વધારે એક ફરિયાદ દાખલ
જેલમાં કોઇ ખાસ વ્યવસ્થા નહી
તિહાડ જેલ મુખ્યમથક સાથે જોડાયેલા વિશ્વસનીય સુત્રે માહિતી આપી કે ચિદમ્બરમને જેલમાં રાખવાની વાત છે, તો જેલને કોઇ ખાસ વ્યવસ્થા નહી કરવાની સુચના છે. જેલ મેન્યુઅલમાં એરકન્ડીશન, ગાદલા કે અન્ય કોઇ પણ ખાસ વ્યવસ્થા કરવામાં નહી આવે.


રાષ્ટ્રીય સ્તરની સ્વિમરનું શારીરિક શોષણ, રમત મંત્રીની કડક કાર્યવાહી
સામાન્ય કેદીઓ જેવું જ ભોજન પિરસાશે
જેલ મેન્યુઅલ અનુસાર એક નંબર જેલમાં કેદ થનારા કેદીઓને એક દાળ, શાક અને પાંચ રોટલી આપવામાં આવે છે. જો કે સુરક્ષાની દ્રષ્ટીએ તેમને જનરલ રસોડામાં બનતું ભોજન નહી અપાય પરંતુ તેમના માટે 1 નંબરનાં જેલમાં બનથા સ્પેશ્યલ રસોડાનું ભોજન આપવામાં આવશે.


ચિદમ્બરમને ઉપલબ્ધ થનારી સુવિધા
- વેસ્ટર્ન ટોઇલેટ
- જેલ પરિસરમાં પણ અલગ સુરક્ષા
- અલગથી બેરેકની વ્યવસ્થા
- જરૂરિ હોય તેવી તમામ પ્રકારની દવા
- જરૂરી હોય તેવા ચશ્મા અપાશે
- વેસ્ટર્ન ટોયલેટ ઉપલબ્ધ કરાવાશે
- ટીવીની સુવિધા પણ આપવામાં આવશે
- પુસ્તકોની સુવિધા પણ પુરી પડાશે.