ચિદમ્બરમને ઝટકો, કોર્ટે 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલ મોકલાયા

INX મીડિયા કેસમાં પૂર્વ ગૃહ અને નાણા મંત્રી પી.ચિદમ્બરમને 19 સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. 

ચિદમ્બરમને ઝટકો, કોર્ટે 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલ મોકલાયા

નવી દિલ્હી : આઇએનએક્સ મીડિયા કેસ (INX Media case) માં પૂર્વ ગૃહ અને નાણામંત્રી પી.ચિદમ્બરમ (P Chidambaram) ને 19 સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં મોકલી અપાયા છે. સીબીઆઇની જેલ મોકલવાની અરજી પર રોઉજ એવન્યુ કોર્ટે મહોર લગાવી દીધી છે. સીબીઆઇએ 14 દિવસની કસ્ટડી બાદ ચિદમ્બરમરને જેલ મોકલવાની અરજી કરી હતી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને અપીલ કરી હતી કે ચિદમ્બરમને ઇડીની કસ્ટડીમાં રાખવામાં આવે, પરંતુ કસ્ટડીમાં ન મોકલવામાં આવે. આ અંગે તુષાર મહેતાએ કહ્યું કે, અહીં માત્ર બે વિકલ્પ છે, પહેલું પોલીસ કસ્ટડીમાં બીજું જ્યુડિશિયલ કસ્ટડીમાં. કોર્ટે સિબ્બલને અરજીને ફગાવતા પી.ચિદમ્બરમ (P Chidambaram) ને 19 સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

તિહાડ જેલનાં સીનિયર અધિકારીના અનુસાર ચિદમ્બરમ તિહાડ આવશે તો તેમને સામાન્ય કેદીની જેમ જ જેલમાં રાખવામાં આવશે. તિહાડ જેલ તંત્ર કોર્ટના આદેશની રાહ જોઇ રહ્યું છે. ત્યાર બાદ નક્કી થશે કે તેમને તિહાડ જેલમાં કયા વોર્ડમાં રાખવામાં આવશે. જો કે હાલ જે પ્રકારે જેલની વ્યવસ્થા છે તે જોતા 7 નંબરની જેલ ખાલી છે તો તેમને ત્યાં રાખવામાં આવી શકે છે. આ જેલમાં આર્થિક  ગોટાળાનાં આરોપીઓ અને ગુનેગારોને રાખવામાં આવે છે, ચિદમ્બરમના પુત્ર કાર્તિને પણ 7 નંબરની જેલમાં જ રખાયો હતો. 

સરકારી કમાણી કરવા નહી પરંતુ નિયમોના પાલન માટે વધાર્યો છે દંડ: ગડકરી
કોર્ટમાં સુનવણી દરમિયાન કસ્ટડીનોવિરોધ કરતા કપિલ સિબ્બલે કહ્યું કે, ચિદમ્બરમ પર આજ સુધી એવિડેન્સ સાથે કોઇ છેડછાડનો આરોપ લાગ્યો નથી. આરોપી વિરુદ્ધ ડોક્યુમેન્ટનો આ સંપુર્ણ કેસ છે. એવામાં આરોપીને જામીન આપી શકાય છે. જો કે સોલિસિટર જનરલે તેનો વિરોધ કરતા કહ્યું કે, આ કિસ્સો ચિદમ્બરમને કસ્ટડીમાં મોકલવા સાથે જોડાયેલો છે. કોર્ટ જ બેલ અરજી પર નિર્ણય કરશે. આગામી પગલું પણ તેમને કસ્ટડીમાં મોકલવા અંગેની હોવી જોઇએ. 
રેલવેએ પહેલા કહ્યું મફત પહોંચાડીશું પાણી, હવે 9 કરોડનું બિલ પકડાવ્યું !
ચિદમ્બરમે દલિલ કરતા કહ્યું કે, એવા કોઇ પુરાવા છે કે જેમાં મે સાક્ષીઓ કે પુરાવાઓ સાથે કોઇ પ્રકારની છેડછાડ કરી હોય ? મે કોઇ પણ દસ્તાવેજ કે સાક્ષીનો નાશ કે ધમકાવવાનો પ્રયાસ કર્યો નથી. તમામ સાક્ષીઓ અને દસ્તાવેજો યથાવત્ત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટ દ્વારા પી.ચિદમ્બરમને 5 સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જે પુર્ણ થયા બાદ સુપ્રીમ દ્વારા જામીન અપાયા નહોતા, ત્યાર બાદ ઇડીની ધરપકડનો રસ્તો સાફ થઇ ગયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news