નવી દિલ્હી: ભારતીય સેના (Indian Army) સાથે આમને સામને ભીડંત કરવાની તો પાકિસ્તાન (Pakistan) ની તાકાત બહારની વાત છે એટલે હવે તે ફરીથી આતંકીઓની શરણમાં આવી ગયું છે. પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે BATનું ષડયંત્ર રચ્યું છે. આ માટે LoCના 7 લોકેશન પર લગભગ 300 આતંકીઓનો ભારત પર BAT હુમલા માટે જમાવડો કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શશિ થરૂરના 'PAK પ્રેમ' પર ઘમાસાણ, તેમના ભાઈએ જ કર્યો આકરો વિરોધ, આપ્યું મોટું નિવેદન 


BATમાં પાકિસ્તાન સૈનિકો અને આતંકીઓ
અત્રે જણાવવાનું કે BAT એટલે કે Border Action Team માં પાકિસ્તાનના સ્પેશિયલ કમાન્ડો અને ખૂંખાર આતંકીઓ સામેલ હોય છે. આ યૂનિટમાં સામેલ આતંકીઓને ભારતીય સૈનિકો પર દગાખોરી કરીને હુમલો કરવાની અને મૃતદેહોનો ક્ષતવિક્ષત કરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં  ભારતીય સરહદે BATના હુમલા થયા. પરંતુ ઉરી સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનમાં દહેશત છવાઈ ગઈ હતી. ત્યારબાદ આ પ્રકારના હુમલા પર ઘણું ખરું રોક લાગી હતી. 


આસામ અને મિઝોરમના સરહદી વિસ્તારોમાં હિંસા ભડકી, ગૃહ મંત્રાલયે તાબડતોબ બોલાવી બેઠક


એકવાર ફરીથી આતંકીઓની શરણમાં પાકિસ્તાન
ભારતીય સેનાને મળેલી ગુપ્ત બાતમી મુજબ પાકિસ્તાને એકવાર ફરીથી ભારત પર હુમલો કરવા માટે BATવાળું ષડયંત્ર રચ્યું છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા મુજબ પાકિસ્તાને એલઓસી નજીકના અનેક વિસ્તારોમાં પોતાની Border Action Team ને સક્રિય કરી છે. 


કેરન સેક્ટરની સામે 80 આતંકીઓ હાજર
ઈન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ કેરન સેક્ટર સામે તહાંડાપાની, દુધનિયાલ અને અથમુકામમાં બનેલા લોન્ચિંગ પેડ પર BATના 80 આતંકીઓ હાજર છે. પાકિસ્તાની સેનાની એલિટ કમાન્ડો યુનિટ SSG આ આતંકીઓને ટ્રેનિંગ આપી રહી છે. તંગધાર સેક્ટર સામે નીલમ ઘાટીમાં જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તૈયબાના 10 આતંકીઓ ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યાં છે. અહીં પાકિસ્તાની SSG કમાન્ડો આતંકીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે. 


સુજિયાન વિસ્તારમાં જૈશ અને અલબદ્રના 40 આતંકી
પૂંછ એરિયા સામે PoKના સુજિયાન વિસ્તારમાં જૈશ એ મોહમ્મદ અને અલબદ્ર આતંકી સંગઠનના 40 આતંકીઓ લોન્ચિંગ પેડ પર હાજર છે. પાકિસ્તાની સેના ત્યાં પણ તે આતંકીઓને BAT એક્શન માટે તૈયાર કરી રહી છે. કૃષ્ણા ઘાટીની સામે મદરપુર અને નટ્ટર એરિયાના લોન્ચ પેડ પર 20 આતંકીઓનો જથ્થો છે. ત્યાં પણ આતંકીઓને BAT સ્ટાઈલ એક્શનની ટ્રેનિંગ અપાઈ રહી છે. 


PAK ફેસ્ટમાં થરૂરના નિવેદન પર બબાલ, ભાજપે કહ્યું- શું પાકમાં ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહ્યા છે રાહુલ?


ભિંબર ગલી એરિયાના સામેવાળા લોન્ચ પેડ પર 35 આતંકીઓ
ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ ભિંબર ગલી એરિયા સામે પીઓકેના લોન્ચ પેડ પર 35 આતંકીઓ છે. ત્યાં પણ SSG કમાન્ડો BAT આતંકીઓને ભારતીય સૈનિકો પર દગાબાજીથી હુમલો કરીને મૃતદેહોને ક્ષત વિક્ષત કરવાની ટ્રેનિંગ આપી રહ્યા છે. રાજૌરી સામે ડાક ખાના રિયામાં પાકિસ્તાને 25 આતંકી લોન્ચ પેડ તૈયાર કર્યા છે. આ આતંકીઓને પણ પાકિસ્તાની સેનાના જવાન ભારત પર હુમલો કરવાની ટ્રેનિંગ આપી રહ્યા છે. 


પાકિસ્તાની SSG કમાન્ડો આતંકીઓને આપે છે ટ્રેનિંગ
નૌશેરાની સામે ઝાંડી એરિયામાં પાકિસ્તાને લોન્ચ પેડ બનાવી રાખ્યા છે. જ્યાં SSG જવાનો 35 આતંકીઓને BAT એક્શનની ટ્રેનિંગ આપી રહ્યા છે. પાકિસ્તાનની કોશિશ છે કે ભારત-ચીન તણાવનો ફાયદો ઉઠાવીને આ આતંકીઓને કોઈ પણ રીતે ભારતની સરહદમાં ધકેલવામાં આવે. જેથી કરીને ભારતીય સૈનિકો પર હુમલો કરીને મોટી વારદાતને અંજામ આપી શકાય. પરંતુ ભારતીય સેનાની સતર્કતા અને જવાબી કાર્યવાહી તે યોજનાને આગળ વધારવામાં મુશ્કેલી પેદા કરી રહી છે. 


બિહાર ચૂંટણી સંલગ્ન તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube