નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) બાંગ્લાદેશ બોર્ડરથી ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહ્યું છે. જે હેઠળ તે બાંગ્લાદેશી આતંકી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન (JMB)ને ફંડિંગ કરી રહ્યું છે. આ ફંડિંગ રોહિંગ્યાઓ (Rohingya) ને આતંકી ટ્રેનિંગ આપવા માટે કરી રહ્યું છે. ગુપ્તચર રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવો ખુલાસો થયો છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI બાંગ્લાદેશના કોક્સ બજારમાં રહેતા 40 રોહિંગ્યાઓને આતંકવાદની ટ્રેનિંગ આપી રહ્યું છે. પાકિસ્તાન આ ટ્રેનિંગ JMB એટલે કે બાંગ્લાદેશ (Bangladesh) ના સૌથી ખતરનાક આતંકી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન પાસે અપાવી રહ્યું છે. 


સૂત્રોએ જણાવ્યું છે કે પાકિસ્તાનને એજન્સીએ આતંકની ટ્રેનિંગ માટે સાઉદી અરબ, મલેશિયા, પાકિસ્તાન અને યુકે દ્વારા ફંડિંગ પણ કરાવ્યું છે. પહેલા હપ્તામાં આતંકની ટ્રેનિંગ માટે એક કરોડથી વધુનું ફંડ આપવામાં આવ્યું હોવાના અહેવાલ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....