કાળજુ કંપી જાય તેવી ઘટના, દુનિયાથી પાપ છુપાવવા કુંવારી માતાએ બાળકને ઝાડીમાં ફેંકી દીધું

Ahmedabad Police : અમદાવાદના બોપલમાંથી ત્યજાયેલું નવજાત બાળક મળ્યું, શીલજ વિસ્તારની અવાવરું જગ્યાએ તરછોડાયું હતું નવજાત બાળક, શ્વાન ભસવા લાગતા સ્થાનિકોને નવજાત શિશુ હોવાની જાણ થઈ 
 

કાળજુ કંપી જાય તેવી ઘટના, દુનિયાથી પાપ છુપાવવા કુંવારી માતાએ બાળકને ઝાડીમાં ફેંકી દીધું

Ahmedabad newborn baby News: અમદાવાદ પોલીસની એક નવજાત બાળકનો જીવ બચાવવામાં અને તેની માતા સુધી પહોંચવામાં મોટી સફળતા મળી છે. જાગૃત મહિલાના કોલ પર પોલીસ દોડતી આવી હતી અને નવજાત બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યુ હતું. એટલુ જ નહિ, પોલીસે ડોગ સ્કવોડની મદદથી નવજાતની માતાને પણ શોધી કાઢી હતી. 

અમદાવાદના બોપલમાંથી ત્યજી દીધેલું બાળક મળી આવ્યું હતું. બોપલના શીલજ વિસ્તારના અવાવરું જગ્યા પર નવજાત શિશુ મળી આવ્યું હતું. નવજાત શિશુ જોઈને શેરી શ્વાનોએ ભસવાનું શરૂ કર્યું હતું. શ્વાન ભાસતા રાહદારીઓને ઝાડીઓ પાસે નવજાત શિશુ હોવાની જાણ થઈ હતી. રાહદારીઓએ પૈકી એક શ્વેતા પરમાર નામની મહિલાએ બાળકની સંભાળ લઈ પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું હતું. 

બીજી તરફ, બોપલ પોલીસને જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા અવાવરું જગ્યા પરથી પોલીસને મહિલાનો દુપટ્ટો મળી આવ્યો હતો. આ માટે પોલીસના ડોગ સ્કોડમાં રહેલા ચેઝર નામના ડોગની મદદ લીધી હતી. ચેઝરે દુપટ્ટો સૂંઘીને પોલીસને નવજાત શિશુને ત્યજી દેનાર માતા સુધી પહોંચાડી હતી. ત્યારે નવજાત શિશુનું પગેરુ  અવિવાહિત રાજસ્થાની મહિલા સુધી પહોંચ્યું હતું. 

ચેઝર પોલીસને ટીમ દુપટ્ટો પકડીને નવજાત જે ઝાડીમાં મળી આવ્યું હતું, ત્યાંથી 500 મીટર દૂર એક મકાનમાં લઈ ગયુ હતું. જ્યાં મકાનના ફર્સ્ટ ફ્લોર પર પોલીસની ટીમ પહોંચી હતી. જ્યાં નવજાતની માતા મળી આવી હતી. પ્રેમ પ્રકરણમાં પ્રેમી અને પ્રેમિકાનું બાળક હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બોપલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસની તપાસમાં મહિલાએ જણાવ્યું કે, નવજાતને જન્મ આપ્યા બાદ મહિલાને બદનામીનો ડર હતો, તેથી તેણે ફેંકી દીધુ હુત. મહિલાના એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. આ દરમિયાન તે ગર્ભવતી બની હતી. તેણે પોલીસને જણાવ્યું કે, તે રાજસ્થાનની રહેવાસી છે. 

તો બીજી તરફ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ગ્રામીણ પોલીસની કામગીરીની સરાહના કરી હતી. તેમણે લખ્યું કે, એક નવજાત બાળક રસ્તા પર મળ્યું હતુ. અને કૂતરાઓ ભસી રહ્યા હતા. રાહદારી શ્વેતા અને પોલીસની ટીમની ત્વરિત કામગીરીથી તેને બચાવી લેવાયું છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news