પોખરણમાં પાકિસ્તાનનો ‘સાઇબર અટેક’ લોકોમાં ભયનો માહોલ
નાચના ક્ષેત્રમાં સોશિયલ મીડિયા સાથે જોડાયેલા કેટલાક લોકોમાં ફેસબુકના આઇ.ડી હૈક થવાની ખબર મળી રહી છે.
ચંદ્રશેખર દવે/પોખરણ: પાકિસ્તાનની સરહદ પર આવેલા પોખરણના નાચના ગામ વિસ્તારમાં એક જોરદાર કિસ્સો સામે આવ્યો છે. નાચના ગામના સોશિયલ મીડિયાત સાથે જોડાયેલા કેટલાક લોકોના ફેસબુક આઇડી હેક થવાના સમાચાર મળી રહ્યા છે. હેક કર્યા બાદ લોકોના પ્રોફાઇલમાં વિદેશી મહિલા સેનિકની તસવીર લગાવી દેવામાં આવે છે. સાથે જ આઇડીમાં જિલિયન ક્લેરેન્સ નામથી પ્રોફાઇલ બનાવી હેકરે લોકોના ઇમેલ અને મોબાઇલ નંબર પણ બદલી નાખ્યા હતા. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે, કે સીમા પર બેઠેલા નાપાક હેકરોએ આ કામ કર્યું છે.
મોટી માત્રામાં ફેસબુક આઇડી હેક થવાથી લોકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. મોટી સંખ્યામાં આઇ.ડી હેક થવાથી આ મોટું કાવતરૂ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બોર્ડર વિસ્તારમાં આ પ્રકારનું હેકીંગ થવાથી પાકિસ્તાની એજન્સી અથવા કોઇ આતંકી સંગઠન દ્વારા આ પ્રકારનું કામ કરવામાં આવ્યું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જાણકારોનું કહેવું છે, કે આટલી મોટી સંખ્યામાં લોકોના ફેસબુક આઇડી હેક થવાએ ચિંતાનો વિષય કહેવાય. તેમણે લોકોને સલાહ આપી કે, જે લોકોના આઇ.ડી હેક થયા છે તેમણે પાસવર્ડ રીસેટ કરી દેવા જોઇએ. આટલી મોટી સંખ્યામાં ફેસબુક આઇડી હેક થવાની બાબતને સ્થાનિક પ્રસાશન અને સેનાને બતાવી દેવામાં આવી છે. પ્રશાસન સાઇબર એક્સપર્ટની મદદ સંપૂર્ણ બાબતની તપાસમાં લાગી ગયા છે.
જાણકારી મેળવવી જરૂરી છે, કે જો તમારૂ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવામાં આવે તોતો તેનાથી હેકર તમારા ફોન સુધી રણ પહોંચી શકે છે. અને ત્યાર બાદ ફોનમાં રહેલી તમામ પ્રકારની જાણકારી તે મેળવી લે છે. અને આ જ કારણે સેના અને અને એજન્સીઓ સાથે સંકળાયેલા લોકોને સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની ના પાડવામાં આવે છે.