શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદથી જ પાકિસ્તાન ગિન્નાયેલું છે. ગિન્નાયેલું પાકિસ્તાન પોતાની નાપાક હરકતો સતત વધારી રહ્યું છે. પાકિસ્તાન સતત સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાન સેના તરફતી રવિવારે પણ પુંછમાં સંઘર્ષવિરામનું ઉલ્લંગન કરવામાં આવ્યું. બીજી તરફ પાકિસ્તાન તરફથી કોઇ પણ પ્રકારની ઉશ્કેરણી વગર સતત કરવામાં આવી રહેલા ફાયરિંગનો ભારતીય સેનાએ મુંહતોડ જવાબ આપ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરતારપુર કોરિડોર મુદ્દે 4 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન. વચ્ચે મહત્વની બેઠક
આ મહિને 23 ઓગષ્ટે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક પાકિસ્તાને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતા ગોળીબાર કર્યો હતો. તેમાં એક જવાન શહીદ થઇ ગયો હતો. રાજોરી જિલ્લાનાં નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની ગોળીબારમાં નાયક રાજીવ થાપા શહીદ થઇ ગયા હતા. તે ઉપરાંત પાકિસ્તાને 21 ઓગષ્ટે પણ રાજોરી જિલ્લામાં અકારણ મોર્ટર મારો કર્યો હતો, જેનો ભારત તરફથી મુંહતોડ જવાબ આપવામાં આવ્યો હતો.


આંદામાન અને નિકોબાર ટાપુ સમુહ પાસે સમુદ્રમાં ભારતની જાસૂસી કરી રહ્યું છે ચીન
લો બોલો...બાળકે પોતાના જ મોતનું કારણ ધરી રજા માંગી, પ્રિન્સિપાલે આપી પણ દીધી
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35 એ હટાવાયા બાદથી પાકિસ્તાન રઘવાયું થયું છે. સમગ્ર વિશ્વ સમક્ષ ભીખ માંગી આવેલ પાકિસ્તાનનો હાથ કોઇએ પકડ્યો નહોતો. જેથી ગિન્નાયેલ પાકિસ્તાન હવે રોજ નવા નવા છમકલા કરી રહ્યું છે. સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારત ઉશ્કેરાય તેવા પ્રયાસો કરતું રહે છે. અણુહુમલાથી માંડીને અનેક ગીદડ ધમકીઓ પણ આપી ચુક્યું છે.