પહેલી ગોળી અમે નહીં ચલાવીએ પણ જવાબ આપીશું જડબાતોડ
રમઝાન માસમાં એલઓસી પર પાકિસ્તાન દ્વારા સતત ચાલી રહેલા ગોળીબાર વચ્ચે અત્યાર સુધી અડધો ડઝન લોકોના મોત નીપજ્યા છે. આ સંજોગોમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે જડબાતોડ જવાબની ચેતાવણી ઉચ્ચારી છે.
નવી દિલ્હી : રમઝાન માસમાં પણ પાકિસ્તાન દ્વારા સીઝફાયરનો ઉલ્લંઘન કરી એલઓસી પર સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં અડધો ડઝનથી વધુ લોકોના મોત થયા છે. આ સંજોગોમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને આકરી ચેતાવણી આપી છે. તેમણે કહ્યું કે, બીએસએફ પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા ફાયરિંગનો જડબાતોડ જવાબ આપે.
દલિત યુવાને નામ પાછળ સિંહ લગાવ્યું તો ઘર પર હુમલો કરાયો...
બુધવારે પણ પાકિસ્તાન તરફથી ગોળીબારી કરવામાં આવી હતી. તો મંગળવારે જમ્મુમાં આરએસપુરા, રામગઢ અને અરનિયા સેક્ટરમાં સરહદે સામેથી ગોળીબારી કરવામાં આવી હતી. જેમાં એક આઠ માસના માસૂમ બાળકનું મોત થયું હતું અને એક એસપીઓ સહિત છ લોકો ઘાયલ થયા હતા. ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો હતો જેમાં એક પાકિસ્તાની રેન્જર ઠાર કરાયો હતો.
બીજેપી સાંસદના યુવાન પુત્રનું મોત નીપજ્યું...
બીએસએફના એક કાર્યક્રમમાં ગૃહમંત્રીએ કહ્યું કે, પડોશી દેશ શાંતિ નથી ઇચ્છતો. ગોળીબારીનો આપણે યોગ્ય જવાબ આપીશું. ગોળીબારી થતાં આપણા જવાનોને ખબર છે કે એમણે શું કરવાનું છે, જવાબી કાર્યવાહી અંગે જવાનોને કોઇ કશું નહીં પુછે, પાકિસ્તાન એની મેલી મુરાદમાંથી હજુ બહાર આવતું નથી.
પાકિસ્તાની આર્મી કમાન્ડરે કહ્યું, માત્ર 12 મિનિટમાં તબાહ કરી દેશું..
બે દિવસ પહેલા બીએસએફની કાર્યવાહીથી પાકિસ્તાન હલી ગયું હતું. એણે ગોળીબારી રોકી દેવાની માંગ કરી હતી. પરંતુ ફરી એ જાત પર ઉતરી આવ્યું હતું અને રાતે ફરીથી ગોળીબારી શરૂ કરી હતી અને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં બીએસએફના 2 જવાન શહીદ થયા હતા અને ચાર નાગરિકોના મોત થયા હતા.
બીએસએફે કહ્યું, પાકિસ્તાનને યોગ્ય જવાબ આપીશું...
તમને જણાવીએ કે પાકિસ્તાન દ્વારા છાશવારે કરાતી ગોળીબારીમાં આરએસપુરા અને અરનિયાના 500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી દેવાયા છે. તંત્ર દ્વારા નાગરિકોને શક્ય એટલી તમામ મદદ કરવામાં આવે છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી ગોળીબારીમાં અત્યાર સુધી 38 લોકોના મોત નીપજ્યાં છે જેમાં 19 જવાનોનો સમાવેશ થાય છે.