નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ખાન માર્કેટ મેટ્રો સ્ટેશન (Khan Market Metro Station) પાસે શનિવારે અને રવિવારે મધરાત્રે કેટલાક લોકો દ્રારા પાકિસ્તાન જિંદાબાદ (Pakistan Zindabad) ના નારા લગાવ્યા હતા. ત્યારબાદ રાજધાનીમાં હડકંપ મચી ગયો. આ અંગેની સૂચના મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા
તમને જણાવી દઇએ કે શનિવાર અને રવિવારની મધરાત્રિએ લગભગ 1 વાગે દિલ્હી પોલીસની પીસીઆર ગાડીને કોલ કરવાની સૂચના આપી કે ખાન માર્કેટ મેટ્રો સ્ટેશન પાસે કેટલાક લોકોએ પાકિસ્તાન જિંદાબાદ (Pakistan Zindabad) નારા લગાવ્યા છે. ત્યારબાદ દિલ્હી પોલીસ (Delhi Police) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. 

Weather Update: આગામી 3 દિવસ દિલ્હી સહિત ઘણા રાજ્યો માટે મુસીબત, ભારે વરસાદ સાથે વધશે ઠંડી


શું થયું હતું?
પોલીસે ઘટનાસ્થળે 2 યુવકોની સાથે 3 યુવતિઓ મળી, જેના પર પાકિસ્તાન જિંદાબાદ (Pakistan Zindabad) ના નારા લગાવવાનો આરોપ હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ લોકો 2 પરિવારના છે. જે દિલ્હી (Delhi) માં ઇન્ડીયા ગેટ (India Gate) પાસે ફરી રહ્યા હતા. 

Budget 2021: આ વખતે Print નહી થાય બજેટ, એપ પર મળશે સંપૂર્ણ જાણકારી


તપાસમાં ખબર પડી કે આ લોકોએ અહીં ભાડે બાઇક્સ લીધી અને એકબીજા સાથે રેસ લગાવવા લાગ્યા. આ દરમિયાન તેમણે એકબીજાના નામ દેશોના નામ પર રાખ્યા, જેમાં પાકિસ્તાન (Pakistan) પણ સામેલ હતું. રેસ દરમિયાન જ્યારે આ લોકોએ આત્મવિશ્વાસ વધારવા માટે નારેબાજી કરી તો તેમાં પાકિસ્તાન જિંદાબાદ (Pakistan Zindabad) ના નારા પણ લગાવ્યા. 


દિલ્હી પોલીસ કરી રહી છે પૂછપરછ
તમને જણાવી દઇએ કે દિલ્હી પોલીસ (Delhi Police) બંને પરિવારો સાથે પૂછપરછ કરી રહી છે. પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન જિંદાબાદ નારા લગાવવાના મામલે તપાસ કરવામાં આવી રહી છે. 


વાંચો બજેટના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube