Budget 2021: આ વખતે Print નહી થાય બજેટ, એપ પર મળશે સંપૂર્ણ જાણકારી

કોરોના (Corona)ના કહેર અને સતત ડિજિટલ ઇન્ડીયાને પ્રોત્સાહન ઇન્ડીયાને પ્રોત્સાહન આપી રહેલી મોદી સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એ કેન્દ્રીય બજેટ મોબાઇલ એપ લોન્ચ કરી દીધી છે જેના પર બજેટ રજૂ થયા બાદ બજેટના લેખા જોખા થશે. 
Budget 2021: આ વખતે Print નહી થાય બજેટ, એપ પર મળશે સંપૂર્ણ જાણકારી

Budget 2021:કોરોના (Corona)ના કહેર અને સતત ડિજિટલ ઇન્ડીયાને પ્રોત્સાહન ઇન્ડીયાને પ્રોત્સાહન આપી રહેલી મોદી સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એ કેન્દ્રીય બજેટ મોબાઇલ એપ લોન્ચ કરી દીધી છે જેના પર બજેટ રજૂ થયા બાદ બજેટના લેખા જોખા થશે. 

એપ દ્વારા મળશે પુરી જાણકારી
કેંદ્રીય બજેટ મોબાઇલ એપ (Central Budget Mobile Applicaton) દ્વારા સ્માર્ટફોન યૂઝર હિંદી (Hindi) અને અંગ્રેજી (English) બંને ભાષાઓમાં બજેટની જાણકારી લઇ શકશે. આમ તો લોકો સુધી બજેટની પુરી જાણકારી પહોંચી શકે, આ ઇરાદાથી કેંદ્રીય બજેટ મોબાઇલ એપને તૈયાર કરવામાં આવી છે. બજેટની આ એપ એંડ્રોઇડ અને  iOS પર ઉપલબ્ધ છે. આ મોબાઇલ એપને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) એ આર્થિકના વિભાગ (DEA)ના નેતૃત્વમાં બનાવી છે. 

કેવી રીતે કામ કરશે એપ
નાણા મંત્રાલય (Finance Ministry) ના અનુસાર એપનો યૂઝર ફ્રેંડલી ઇન્ટરફેસ હશે અને તેમાં 14 અલગ કેંદ્રીય બજેટના દસ્તાવેજો (Documents)નો એક્સેસ યૂઝર્સને મળશે જેમાં વાર્ષિક ફાઇનેંશિય્લા સ્ટેટમેંટ (Budget), ડિમાન્ડ ફોર ગ્રાંસ (DG, અને ફાઇનેંસ બિલ (Finance Bill) સામેલ છે. નાણા મંત્રાલય તરફથી જે જાણકારી અત્યાર સુધી સામે આવી છે, તેના અનુસાર એપના ફીચર્સમાં ડાઉનલોડ (Download), પ્રિંટ (Print), સર્ચ (Search), ઝૂમ ઇન અને આઉટ (Zoom in and Out),બંને દિશાઓમાં સ્કોલ કરવું, કંટેટ ટેબલ અને એક્સર્ટનલ લિંક સામેલ છે. 

બજેટ પર કોરોનાની માર
કોરોનાના કહેરથી નાણા મંત્રાલય પણ બાકાત રહ્યું નથી. કોરોનાના લીધે આ વર્ષે બજેટને પ્રિંટ કરવામાં નહી આવે. બજેટ ઉપરાંત ઇકોનોમિક સર્વેને પણ પ્રિંટ કરવામાં નહી આવે. તેનો અર્થ એ છે કે બજેટની હાર્ડ કોપી સાંસદોને આપવામાં નહી આવે. બજેટ અને આર્થિઅક સર્વેની સોફ્ટ એપ દ્વારા મળી શકશે. 

2 તબક્કામાં બજેટ સત્ર
બજેટ સત્રનો પહેલો ભાગ 29 જાન્યુઆરી 15 જાન્યુઆરી સુધી ચાલશે અને બીજો ભાગ 8 માર્ચ થી 8 એપ્રિલ સુધી ચાલશે. પહેલાં  તબક્કાના પહેલાં દિવસે જ ઇકોનોમિક સર્વેને સદનમાં રજૂ કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં ડિજિટલ બજેટ (Digital Budget) રજૂ કરવામાં આવશે. જેના આખા દેશની નજર ટકેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news