નવાઝ શરીફની પાર્ટીએ ચૂંટણીમાં ગોટાળાના આરોપ સાથે તપાસની માંગ કરી
જેલમાં પુરાયેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનનાં ગત્ત દિવસો સંપન્ને થયેલ સામાન્ય ચૂંટણીમાં ગોટાળાના આરોપોની તપાસ માટે ન્યાયપંચની રચનાની માંગણી કરી
લાહોર : જેલમાં પુરાયેલ પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનએ ગત્ત દિવસોમાં સંપન્ન થયેલ સામાન્ય ચૂંટણીમાં ગોટાળાના આરોપોની તપાસ માટે આજે એક ન્યાયીક પંચની રચના કરવા માટેની માંગ કરી છે. ડોનના રિપોર્ટ અનુસાર પાકિસ્તાન મુસ્લિમ લીગ -નવાઝના ઉચ્ચ નેતાઓએ તેમ પણ કહ્યું કે પાર્ટી એક શ્વેત પત્ર પ્રકાશિત કરશે. જેમાં મતદાનનાં દિવસે સમગ્ર દેશમાં એકત્ર કરાયેલા ગોટાળાના પુરાવા હશે અને તેને પ્રસ્તાવિત પંચની સમક્ષ મુકવામાં આવશે.
ક્રિકેટરમાંથી નેતા બનેલા ઇમરાન ખાનની આગેવાનીવાળી પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ 116 સીટો જીતીને 25 જુલાઇએ યોજાયેલ ચૂંટણીની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે, જો કે તેની પાસે સરકાર બનાવવા માટે પુરતુ સંખ્યાબળ નથી. પીએમએલ-એનનાં 64 જ્યારે પુર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)એ 43 સીટો જીતી છે અને તેઓ ક્રમશ બીજા અને ત્રીજા સ્થાન પર છે. પાકિસ્તાન સંસદ નીચલા સદન નેશનલ એસેમ્બલીમાં કુલ 342 સીટો છે જજેમાંથી 272 પર જ ચૂંટણી યોજાય છે.
કોઇ પાર્ટીને સરકાર બનાવવા માટે 172નો આંકડો જોઇએ
કોઇ પાર્ટીને સરકાર બનાવવા માટે 172નો આંકડો જોઇએ. આ ચૂંટણીને પાકિસ્તાનના ચૂંટણી ઇતિહાસમાં સૌથી વિવાદિત કવાયત્ત ગણાવતા પીએમએલ-એનનાં નેતાઓ ખ્વાજા આસીફ, એહસાન ઇકલાબ અને સેનેટર મુશાહિદુલ્લા ખાને કાલે અહીં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પાર્ટી ચૂંટણી પરિણામોને ફગાવે છે અને એક ન્યાયીક પંચની રચનાની માંગ કરે છે. તેમણે કહ્યું કે, એક એવાપંચની રચના કરવામાં આવે જેમ નવાઝ શરીફ સરકારે 2013-14માં ગોટાળાનાં આરોપની તપાસ કરવા માટે રચીત કરી હતી.
બીજી તરફ ચૂંટણી પંચે આજે કડક કાર્યવાહીનું આશ્વાસ આપતા સિંધના ચૂંટણી પંચ અને સંબંધિત મતદાન કર્મચારીઓને નિર્દેશ આપ્યો કે તેઓ પાંચ ખાલી બેલ્ટ બોક્સ અને એક ડઝન કરતા વધારે બેલેટ પેપર કરાંચી અને સિયાલકોટમાં માર્ગ કિનારે મળી આવ્યાનાં મુદ્દે પોતાનો અહેવાલ સોંપ્યો હતો.