મુંબઈ: સાધુઓની હત્યાના 9 દિવસ બાદ પાલઘરના ગઢ ચિંચલે ગામમાં CRPFની તૈનાતી કરી દેવાઈ છે. અહીં જ ઉગ્ર બનેલી ભીડે બે સાધુઓ સહિત 3 લોકોની ઢોર માર મારીને હત્યા કરી નાખી હતી. મળતી માહિતી મુજબ વિસ્તારમાં નાજુક સ્થિતિને ધ્યાનમાં લઈને સીઆરપીએફના જવાનોને તૈનાત કરાયા છે. વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે. ગામમાં પ્રવેશવાના અને અવરજવરના તમામ રસ્તાઓ સીલ કરી દેવાયા છે. સીઆઈડીની ટીમ આ મામલે અત્યાર સુધીમાં 50 લોકોની પૂછપરછ કરી ચૂકી છે. કહેવાય છે કે આ ઘટના બાદથી મોટાભાગના લોકો ગામ છોડીને જતા રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે પાલઘરમાં તાજેતરમાં બે સાધુઓ સહિત 3 લોકોની હત્યાના મામલે ઝી ન્યૂઝે મોટો ખુલાસો કર્યો છે. મહારાષ્ટ્રમાં પાલઘરમાં જે ગામ ગઢ ચિંચલેમાં આ સાધુઓનું મોબ લિન્ચિંગ થયું ત્યાના સરપંચે આંખો દેખ્યો ચિતાર રજુ કર્યો. અહીંના સરપંચ ચિત્રા ચૌધરીએ તે રાતની સમગ્ર ઘટના અંગે ઝી ન્યૂઝને જણાવ્યું. ચિત્રાએ 16 એપ્રિલના રોજની ઘટના અંગે જણાવ્યું કે તે રાતે લગભગ સાડા આઠ વાગે જાણવા મળ્યું કે ચેકપોસ્ટ પર એક ગાડી રોકવામાં આવી છે. 


બીજી 15 મિનિટમાં તેઓ પોતાના ઘરેથી નીકળીને ચેકપોસ્ટ પહોંચ્યા હતાં. ચેકપોસ્ટ પર જોયુ કે ગાડીની અંદર સાધુઓ બેઠા હતાં. ગાડીની અંદરથી જ સાધુઓને તેમણે નમસ્કાર કર્યાં. સરપંચ ચિત્રાએ સાધુઓને પૂછ્યું કે તેઓ કોણ છે અને ક્યાં જવું છે. જ્યારે આ વાતચીત ચાલુ હતી ત્યારે જ ભીડે સાધુઓની ગાડી પર હુમલો કર્યો અને ટાયરની હવા કાઢી નાખી તથા ગાડીને પલટી નાખી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube