Pan Card Update: પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. બધા પાન કાર્ડ ધારકોએ તેમનુ પાન કાર્ડ સક્રિય રહે તેની ખાતરી કરવા માટે આધાર કાર્ડ સાથે તેમના PAN કાર્ડને લિંક કરવું આવશ્યક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાન કાર્ડ
આધાર PAN સાથે લિંક છે કે કેમ તે તપાસવાની પ્રક્રિયા સરળ છે. જો આધારને પાન કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય, તો તમારે 1000 રૂપિયાનો દંડ ભરીને 30 જૂન 2023ની અંદર તેને લિંક કરાવવું પડશે. સરકારે કરદાતાઓ માટે 30 જૂન 2023 ના રોજ અથવા તે પહેલાં તેમના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડ સાથે તેમના આધારને લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું હતું.


પાન કાર્ડ આધાર કાર્ડ
જો કરદાતાઓ તેમના આધારને PAN કાર્ડ સાથે લિંક નહીં કરે, તો 1 જુલાઈ 2023 થી PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. જો તમે તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવા માંગો છો તો આ પ્રોસેસ ફોલો કરો…


આ પણ વાંચો:
15 જૂનથી આ રાશિના લોકોનું ભાગ્ય 'સૂર્ય'ની જેમ ચમકશે,હાથ લગાવતા માટી પણ બની જશે સોનુ!
Rohit ના કરીયર માટે ખતરો બન્યો આ 21 વર્ષીય ખેલાડી

Name Astrology: દિમાગના ખુબ તેજ હોય છે આ અક્ષરવાળા લોકો!


ઈન્કમટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ ખોલો- https://incometaxindiaefiling.gov.in/
આના પર નોંધણી કરો. તમારું PAN કાર્ડ તમારું યુઝર આઈડી એડ કરવાનુ રહેશે.
યુઝર આઈડી, પાસવર્ડ અને જન્મ તારીખ દાખલ કરીને લોગ ઇન કરો.
એક પોપ અપ વિન્ડો દેખાશે, જે તમને તમારા PAN ને આધાર સાથે લિંક કરવાનું કહેશે. જો તે ન દેખાય તો મેનૂ બાર પર 'પ્રોફાઈલ સેટિંગ્સ' પર જાઓ અને 'લિંક આધાર' પર ક્લિક કરો.
PAN વિગતો મુજબ જન્મ તારીખ અને જેન્ડર જેવી વિગતો પહેલેથી જ ઉલ્લેખિત હશે.
તમારા આધારમાં આપેલી વિગતો સાથે સ્ક્રીન પર PAN વિગતો ચકાસો. જો કોઈ મેળ ખાતો નથી, તો તમારે તેને દસ્તાવેજ ઠીક કરવાની જરૂર છે.
- જો વિગતો મેળ ખાતી હોય, તો તમારો આધાર નંબર દાખલ કરો અને "હવે લિંક કરો" બટન પર ક્લિક કરો.
- એક પોપ-અપ મેસેજ તમને જાણ કરશે કે તમારું આધાર તમારા PAN સાથે સફળતાપૂર્વક લિંક થઈ ગયું છે.
તમે PAN અને આધાર લિંક કરવા માટે https://www.utiitsl.com/ અથવા https://www.egov-nsdl.co.in/ પર પણ જઈ શકો છો.


આ પણ વાંચો:
શું તમે પણ હાઈ હીલ્સ પહેરવાના શોખીન છો? તો પહેલા જાણી લેજો તેના આ મોટા નુકસાન
Hair Care Tips: તમને પણ ગમે છે લાંબા અને જાડા વાળ? તો લવિંગનો આ રીતે કરો ઉપયોગ

હવે માત્ર 6 લાખમાં ખરીદો Maruti Brezza! કોઈ વેઇટિંગ પિરિયડ પણ નહીં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube