Raj Yog: 30 વર્ષ બાદ ગ્રહોનો મહાસંગમ! `પંચમહાપુરુષ રાજયોગ` અપાવશે 4 રાશિના જાતકોને અપાર ધન-દૌલત
Planet Transits 2022: બુધ ગ્રહ પહેલેથી જ વૃષભ રાશિમાં ફરી રહ્યો છે. 18 જૂને શુક્ર ગ્રહે પણ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યારે, શનિ ગ્રહ 30 વર્ષ પછી તેની પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં છે. જેના કારણે 4 રાશિઓની ગોચર કુંડળીમાં પંચ મહાપુરુષ યોગ બની રહ્યો છે.
Panch Mahapurush Yoga: સામાન્ય રીતે ગ્રહોની અસર માણસો પર થાય છે, આવું અમે નહીં જ્યોતિષ શાસ્ત્ર કહી રહ્યું છે. ગ્રહોની રાશિ પરિવર્તન તમામ લોકોના જીવન પર મોટી અસર કરે છે. જ્યારે આ ગ્રહો સંયોગ રચે છે અથવા કોઈ વિશેષ યોગ બનાવે છે ત્યારે તેમની અસર અનેકગણી વધી જાય છે. ફરી એકવાર ગ્રહોનો મોટો સંયોગ બનવા જઈ રહ્યો છે. આવતીકાલે એટલે કે 18 જૂને શુક્રનો વૃષભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે, જેના કારણે પંચ મહાપુરુષ રાજયોગ બની ગયો છે. આ રાજયોગ 4 રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે.
આવી રીતે બન્યો પંચ મહાપુરુષ રાજયોગ
બુધ ગ્રહ પહેલેથી જ વૃષભ રાશિમાં ફરી રહ્યો છે. 18 જૂને શુક્ર ગ્રહે પણ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યારે, શનિ ગ્રહ 30 વર્ષ પછી તેની પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં છે. જેના કારણે 4 રાશિઓની ગોચર કુંડળીમાં પંચ મહાપુરુષ યોગ બની રહ્યો છે.
Ketu Gochar 2022: 2023 સુધી આ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે રાહુ, અપાર ધન-સંપત્તિના બનશે માલિક
વૃષભ: વૃષભ રાશિના જાતકોની ગોચર કુંડળીમાં 2 મહાપુરુષ રાજ યોગ બની રહ્યા છે. આ રાશિના લોકોને કરિયરમાં મજબૂત સફળતા અપાવશે. નવી નોકરી માટે પ્રયાસ કરી રહેલા લોકોને સારી નોકરી મળશે. તમને એક મોટું પેકેજ મળશે. પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ મળવાના પણ ચાન્સ છે. આ સમય પદ, ધન અને પ્રતિષ્ઠા ત્રણેય લઈને આવશે.
સિંહ: સિંહ રાશિના જાતકોની ગોચર કુંડળીમાં 2 રાજયોગ બની રહ્યા છે. આ સ્થિતિ કાર્યમાં મોટી સફળતા અપાવશે. વિદેશથી સંબંધિત વેપાર કરનારાઓને મોટો ફાયદો થશે. આવક વધશે. રોકાણ કરવા માટે સારો સમય છે.
વૃશ્ચિક: આ રાશિના જાતકોની ગોચર કુંડળીમાં 2 મહાપુરુષ રાજ યોગ રચી રહ્યા છે. તેઓ નવી નોકરી, પ્રમોશન, પગાર વધારાની પ્રબળ યોગ બનાવી રહ્યો છે. આ લોકોને નોકરી-ધંધામાં મોટી સફળતા મળશે. કોઈ મોટી ડીલ થઈ શકે છે જેનો ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. એકંદરે સર્વાંગી લાભ થશે.
કુંભ: કુંભ રાશિના જાતકોની ગોચર કુંડળીમાં પણ મહાપુરુષ રાજ યોગ બની રહ્યો છે. આ રાજયોગ તેમને ભૌતિક સુખ અને ઐશ્વર્ય આપશે. પૈસાથી ફાયદો થશે. નવા માર્ગોથી ઘણા પૈસા આવશે, જે તમે ઘર-કાર ખરીદવામાં ખર્ચ કરી શકો છો. આ સમયનો ભરપૂર લાભ લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube