નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ (Anil deshmukh) વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની સીબીઆઈ તપાસની માંગને લઈને મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir Singh Letter) એ સોમવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સર્વોચ્ચ અદાલતમાં દાખલ અરજીમાં સિંહે દેશમુખ વિરુદ્ધ મોટો આરોપ પણ લગાવ્યો છે. અરજીમાં સિંહે કહ્યુ કે, અનિલ દેશમુખ દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાત મામલામાં ભાજપના નેતાઓેને ફસાવવા ઈચ્છતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ 1988 બેચના આઈપીએસ અધિકારી છે. તેમણે મુંબઈ પોલીસ કમિશનર પદથી ટ્રાન્સફરને મનમાની અને ગેરકાયદેસરતાનો આરોપ લગાવતા આ આદેશને રદ્દ કરવાની પણ વિનંતી કરી છે. સિંહે એક અંતરિમ રાહત તરીકે પોતાની બદલી પર પ્રતિબંધ લગાવવા અને રાજ્ય સરકાર, કેન્દ્ર અને સીબીઆઈને દેશમુખના ઘરના સીસીટીસી તત્કાલ કબજે કરવે કરવાના નિર્દેશ આપવાની વિનંતી કરી છે. 


આ પણ વાંચોઃ Corona: મહારાષ્ટ્રમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ, 24 કલાકમાં 24,645 કેસ, 58 લોકોના મૃત્યુ


દર મહિને 100 કરોડની વસૂલી કરવાનો ટાર્ગેટ
સિંહે આરોપ લગાવ્યો છે કે દેશમુખે પોતાના ઘપ પર ફેબ્રુઆરી 2021માં વરિષ્ઠ પોલીસ અધિકારીઓને નજરઅંદાજ કરતા ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ, મુંબઈના સવિન વાઝે અને સમાજ સેવા શાખા, મુંબઈના એસીપી સંજય પાટિલ સહિત અન્ય પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી અને તેમને દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. આ સાથે અલગ-અલગ પ્રતિષ્ઠાનો અને અન્ય સોર્સ પાસેથી પણ વસૂલીનો નિર્દેશ આપ્યો હતો.


ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં પણ ભ્રષ્ટાચાર
સિંહે કહ્યુ કે, આ વિશે વિશ્વસનીય જાણકારી છે કે ટેલીફોન વાતચીતને સાંભળવાના આધાર પર ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં દેશમુખના ગેરવર્તનને 24-25 ઓગસ્ટ 2020ના રાજ્ય ગુપ્તચર વિભાગના ગુપ્તચર કમિશનર રશ્મિ શુક્લાએ પોલીસ મહાનિર્દેશકના ધ્યામાં લાગ્યો હતો, તેમણે તેને અધિક મુખ્ય સચિવ, ગૃહ વિભાગ અને મહારાષ્ટ્ર સરકારને જાણકારી આપી હતી. 


આ પણ વાંચો- Sachin Vaze Case: એક VIDEO એ ખોલી શરદ પવારના દાવાની પોલ, જાણો શું છે મામલો


ભાજપના નેતાઓને ફસાવવા ઈચ્છતા હતા
સિંહે કહ્યુ કે, દેશમુખ અલગ-અલગ તપાસમાં હસ્તક્ષેપ કરી રહ્યાં હતા અને પોલીસ અધિકારીઓને નિર્દેશ આપી રહ્યાં હતા કે તે સ્પેશિયલ રીતે તેમણે જણાવેલા દિશા-નિર્દેશોનો અમલ કરે. આ પ્રકારની એક ઘટનાનો હવાલો આપતા સિંહે આરોપ લગાવ્યો કે, દેશમુખ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાત મામલામાં ભાજપ નેતાઓને ફસાવવા ઈચ્છતા હતા. 


પોલીસ વિભાગના લીગલ સેલ પાસે માંગી સલાહ
સાંસદ મોહન ડેલકર 22 ફેબ્રુઆરીએ પોતાના મુંબઈની હોટલના રૂમમાં મૃત મળ્યા હતા અને તેમણે પાછળ 15 પેજની સ્યુસાઇડ નોટ છોડી હતી. સિંહે કહ્યુ કે શરૂઆતી પૂછપરછ અને રિપોર્ટ બાદ તેમણે ઘટનાની તપાસ શરૂ કરી અને પોલીસ વિભાગના લીગલ સેલ પાસે સલાહ માંગી હતી. 


આ પણ વાંચોઃ Antilia case : વિસ્ફોટક, લક્ઝરી ગાડીઓ, નોટ ગણવાનું મશીન, મર્ડર, નેતા, પોલીસ અધિકારી.. આખી ફિલ્મી છે અત્યાર સુધીની કહાની


દબાવની આગળ ન ઝુક્યા પરમબીર
અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો કે, ગૃહમંત્રી, મહારાષ્ટ્ર સરકાર તરફથી ભાજપના કેટલાક નેતાઓની ભૂમિકાની તપાસ કરવા અને કોઈ રીતે તેમને ફસાવવાનું દબાણ કરવામાં આવી રહ્યું હતું. અરજીકર્તાએ કહ્યુ કે, પરંતુ તેઓ આ દબાણ સામે ઝુક્યા નહીં.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube