Sachin Vaze Case: એક VIDEO એ ખોલી શરદ પવારના દાવાની પોલ, જાણો શું છે મામલો

મુંબઈ પોલીસ (Mumbai Police) ના પૂર્વ કમિશનર પરમબીર સિંહના પત્ર બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે અને ભાજપે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે. આ બધા વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની વાત રજુ કરી અને ગૃહમંત્રી અનિલ દેશમુખનો બચાવ કર્યો. પરંતુ શરદ પવાર હવે પોતાના દાવા પર જ સવાલના ઘેરામાં આવી ગયા છે. ભાજપે અનિલ દેશમુખનો એક વીડિયો શેર કરીને સવાલ ઉઠાવ્યા છે. 

Sachin Vaze Case: એક VIDEO એ ખોલી શરદ પવારના દાવાની પોલ, જાણો શું છે મામલો

નવી દિલ્હી: મુંબઈ પોલીસ (Mumbai Police) ના પૂર્વ કમિશનર પરમબીર સિંહના પત્ર બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે અને ભાજપે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે. આ બધા વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની વાત રજુ કરી અને ગૃહમંત્રી અનિલ દેશમુખનો બચાવ કર્યો. પરંતુ શરદ પવાર હવે પોતાના દાવા પર જ સવાલના ઘેરામાં આવી ગયા છે. ભાજપે અનિલ દેશમુખનો એક વીડિયો શેર કરીને સવાલ ઉઠાવ્યા છે. 

અનિલ દેશમુખ-સચિન વાઝેની મુલાકાત પર શરદ પવારનો દાવો
શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે અનિલ દેશમુખ અને સચિન વાઝે વચ્ચે વાતચીતના આરોપ ખોટા છે. કારણ કે ફેબ્રુઆરી મહિનામાં અનિલ દેશમુખ હોસ્પિટલમાં દાખલ હતા. આવામાં ફેબ્રુઆરીમાં દેશમુખ અને સચિન વચ્ચે વાતચીતનો આરોપ ખોટો છે. પવારે આ દરમિયાન દેશમુખ હોસ્પિટલમાં દાખલ થયા હતા તેની પરચી પણ બતાવી. 

શરદ પવાર (Sharad Pawar) બચાવ કરતા કહ્યું કે કોરોનાના કારણે 5થી 15 ફેબ્રુઆરી સુધી તેઓ નાગપુરની હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારબાદ 16 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી તેઓ હોમ આઈસોલેટ હતા. તેમણે કહ્યું કે સ્પષ્ટ છે કે આરોપ ખોટા છે. આવામાં અનિલ દેશમુખ (Anil Deshmukh) ના રાજીનામાનો સવાલ ઉઠતો નથી. પરમબીર સિંહના આરોપોથી મહાવિકાસ આઘાડી સરકાર પર કોઈ અસર પડશે નહીં. 

ભાજપે શરદ પવારના આ દાવાને ખોટો ગણાવ્યો
શરદ પવારની પ્રેસ કોન્ફરન્સ બાદ ભાજપે તેના દાવાને ખોટા ગણાવ્યા અને ભાજપના આઈટી સેલના રાષ્ટ્રીય સંયોજક અમિત માલવીયએ દાવા પર સવાલ ઉઠાવ્યા. તેમણે અનિલ દેશમુખનો એક વીડિયો રિટ્વીટ કર્યો. જેમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. અમિત માલવીયએ આરોપ લગાવ્યો કે 'શરદ પવારનો દાવો છે કે અનિલ દેશમુખ 5-15 ફેબ્રુઆરી હોસ્પિટલમાં અને 16-27 ફેબ્રુઆરી હોમ આઈસોલેશનમાં હતા. પરંતુ અનિલ દેશમુખ 15 ફેબ્રુઆરીએ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા.'

But Anil Deshmukh was holding a press conference on 15 Feb...

How lies fall flat! https://t.co/ceZGxFaIYz

— Amit Malviya (@amitmalviya) March 22, 2021

વીડિયો પર અનિલ દેશમુખે કરવી પડી સ્પષ્ટતા
અમિત માલવીયએ સવાલ ઉઠાવ્યા બાદ અનિલ દેશમુખે સ્પષ્ટતા કરવી પડી. તેમણે કહ્યું કે મને કોરોના થયો હતો અને આ કારણસર નાગપુરની અલેક્સિસ હોસ્પિટલમાં 5 ફેબ્રુઆરીથી લઈને 15 ફેબ્રુઆરી સુધી એડમિટ હતો. 15મીએ જ્યારે મને ડિસ્ચાર્જ કર્યો ત્યારે હું હોસ્પિટલથી ઘરે જવા માટે નીચે આવ્યો અને હોસ્પિટલ બહાર પત્રકારોને મળ્યો. ઘરે આવીને હું 27 ફેબ્રુઆરી સુધી હોમ ક્વોરન્ટાઈન થયો હતો અને 28 ફેબ્રુઆરીએ ઘરની બહાર નીકળ્યો. 

સુપ્રીમ કોર્ટ પહોંચ્યા પરમબીર સિંહ
આ બાજુ મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને લખેલા પોતાના પત્રમાં લગાવેલા આરોપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તેમણે પોતાની અરજીમાં કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માગણી કરી છે. 

પૂર્વ પોલીસ કમિશનરે લગાવ્યા હતા ગંભીર આરોપ
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહનો આરોપ છે કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ ઈચ્છતા હતા કે પોલીસ અધિકારી બાર અને હોટલમાંથી દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરે. આરોપો બાદ દિલ્હીમાં શરદ પવારના ઘર પર એનસીપીની બેઠક થઈ. જેમાં એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ, અજિત પવાર, સુપ્રીયા સુલે અને જયંત પાટીલ સામેલ થયા. બેઠક બાદ શરદ પવારે કહ્યું કે પરમબીર સિંહના પત્રમાં લગાવેલા આરોપ ગંભીર જરૂર છે પરંતુ તેમા કોઈ પૂરાવા આપવામાં આવ્યા નથી. આ આરોપોની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે અને ઉદ્ધવ ઠાકરે તે અંગે અંતિમ નિર્ણય લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news