નવી દિલ્હી: ભારતે આતંકવાદ સામે ઝઝૂમી રહેલા ફ્રાન્સ (France)  પ્રત્યે પોતાનું મજબૂત સમર્થન ફરી એકવાર દોહરાવ્યું છે. પેરિસ પીસ ફોરમ(Paris Peace Forum) ને વર્ચ્યુઅલી સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ વિરુદ્ધની લડતમાં ભારત તેના મિત્ર ફ્રાન્સ અને અન્ય તમામ દેશોની સાથે છે. પીએમ મોદી(PM Narendra Modi)એ કહ્યું કે વાતો અને વિચારોથી અમે એક શાંતિ અને સૌહાર્દપૂર્ણ ભવિષ્ય જોઈએ છીએ. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આ પગલાએ દેખાડ્યું છે કે તેઓ ગ્લોબલ પીસ માટે કેટલા સમર્પિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બરાક ઓબામાએ રાહુલ ગાંધીને ગણાવ્યા 'નર્વસ નેતા', યોગ્યતા ઉપર પણ ઉઠાવ્યા સવાલ


દુનિયાએ આતંકવાદ વિરુદ્ધ એકજૂથ થવાની જરૂર-પીએમ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત આ GLOBAL GOODમાં યોગદાન આપવા માટે સમર્પિત છે. તેમણે કહ્યું કે, આતંક વિરુદ્ધની આ લડતમાં ભારતનું ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાને પૂરેપૂરું સમર્થન છે. આતંકને જડમૂળમાંથી ખતમ કરવા માટે હવે દુનિયાએ એક સાથે વિચારવા અને એક સાથે એક્શન લેવાની જરૂર છે. આપણા આ જ પગલાથી દુનિયામાં શાંતિ કાયમ થશે. 


Dr Subhash Chandra Show : નક્કી કરો...કયું કામ સૌથી વધુ જરૂરી છે?


'ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાને ભારતનું પૂરેપૂરું સમર્થન'
પીએમ મોદીએ કહ્યું કે આતંકી ઘટનાઓ વચ્ચે પેરિસ પીસ ફોરમનું આયોજન એક મોટી ઘટના છે. સંકટના આ સમયમાં આ પ્રકારના આયોજનથી દુનિયામાં એક નવી આશાનો સંચાર થાય છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આતંકવાદ વિરુદ્ધ જે બીડું ઉઠાવ્યું છે, ભારત તેમા સહભાગી થવા માટે પૂરેપૂરી રીતે તૈયાર છે. પીએમ મોદીએ સંસ્કૃતનો એક મંત્ર अस्तो मा सद गमय  બોલીને દુનિયાને શાંતિ પ્રત્યે ભારતનો નિશ્ચય પણ જણાવ્યો. 


ગૃહમંત્રી અમિત શાહના ટ્વિટર એકાઉન્ટનું ડીપી અચાનક ગાયબ, જાણો શું છે મામલો


વર્ષ 2018માં થઈ હતી પેરિસ પીસ ફોરમની સ્થાપના
અત્રે જણાવવાનું કે  દુનિયામાં શાંતિ, સદભાવનાને વધારવા માટે વર્ષ 2018માં ફ્રાન્સમાં આ ફોરમની સ્થાપના થઈ હતી. ત્યારથી દર વર્ષે આ ફોરમના બેનર હેઠળ વાર્ષિક કાર્યક્રમ થાય છે. જેમાં વિભિન્ન દેશોના અગ્રગણ્ય રાજનેતાઓ, શાસનાધ્યક્ષ, એનજીઓ અને સિવિલ સોસાયટીઓ સાથે જોડાયેલા લોકો ભાગ લે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube