Dr Subhash Chandra Show : નક્કી કરો...કયું કામ સૌથી વધુ જરૂરી છે?
Trending Photos
નવી દિલ્હી: દિવસમાં મોટાભાગનાં લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે, ટાઈમ નથી. બહુ મોડું થાય છે. દિવસનાં અંતે કેટલાક લોકો ફરિયાદ પણ કરતા હોય છે, કે ઘણાં બધા કામ બાકી રહી ગયા...
પરંતુ શું હકીકતમાં એવું હોય છે? હકીકતમાં આપણને મોડુ થાય છે? હકીકતમાં આપણી પાસે સમય નથી? આ તમામ સવાલોનો જવાબ માત્ર એક શબ્દમાં છે. અને તે છે ‘ના...’ એવું બિલકુલ પણ નથી. આપણે જો એક નાનકડી નોટ મેનટેઈન કરીએ. અને એમાં આપણાં આખા દિવસનો હિસાબ લખીએ તો, ખ્યાલ આવશે કે અત્યાર સુધી તો આપણે માત્ર ટાઈમ વેસ્ટ જ કરતા હતા.
એના માટે સૌથી પહેલા આપણે દિવસનાં અંતે આપણી જાત પાસેથી જ હિસાબ-કિતાબ કરવો પડશે. રાત્રે બેડ પર જતાં પહેલા આરામથી એક નોટમાં આવતીકાલનાં કામની યાદી રાખો. અને દિવસભરમાં કરવાનાં કામ તેની પ્રાયોરિટી પ્રમાણે લખતાં જાવ. આવુ આપણે મોટાભાગનાં લોકોના મોંઢે સાંભળ્યું હશે. પરંતુ તેનો અમલ અત્યાર સુધી નથી કરી શક્યા.
જુઓ VIDEO
પરંતુ એક મિનિટ વિચારો કે તમારી પાસે માત્ર 24 કલાક જ છે. અને આ 24 કલાકમાં તમારે બધા કામ પૂરા કરવાનાં છે. હવે તમે શું કરશો. તમે એ કામને સૌથી ઉપર રાખશો, જે તમારા માટે સૌથી મહત્વનાં હશે. આપણાં પૂર્વજોએ પણ પ્રાયોરિટીનાં તબક્કા નક્કી કરી રાખ્યા છે. પરંતુ અફસોસ ક્યાંક સમય અને આળસનાં અભાવે આપણે તેમ નથી કરી શકતા. પહેલી પ્રાયોરિટી છે હેલ્થ એટલે કે સ્વાસ્થ્યની. બીજી છે પાસમેં હો માયા એટલે કે વેલ્થ સંપત્તિ. ત્યારબાદ ત્રીજી છે ગુણવંતી નારી એટલે કે ઘરની લક્ષ્મી. અને ચોથી પ્રાયોરિટી છે સંતાન કે જેઓ આજ્ઞાકારી હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે