ચંદીગઢઃ ​​વિધાનસભા ચૂંટણી (Assembly Election) પહેલા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ (Parkash Singh Badal) ની તબિયત લથડી છે. તેને ચંદીગઢ પીજીઆઈ (Chandigarh PGI) માં ખસેડવામાં આવ્યો હતો. પ્રકાશ સિંહ બાદલની હાલત નાજુક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 વખત પંજાબના સીએમ રહી ચૂક્યા છે પ્રકાશ સિંહ બાદલ
જણાવી દઈએ કે પ્રકાશ સિંહ બાદલ પાંચ વખત પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પ્રકાશ સિંહ બાદલ આ વખતે પણ ચૂંટણી લડી રહ્યા છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સૌથી વૃદ્ધ ઉમેદવાર છે. તેમની ઉંમર 94 વર્ષની આસપાસ છે.


પ્રકાશ સિંહ બાદલ લાંબી બેઠક પરથી લડી રહ્યા છે ચૂંટણી
તમને જણાવી દઈએ કે શિરોમણી અકાલી દળ (SAD) ના સંરક્ષક પ્રકાશ સિંહ બાદલે સોમવારે પંજાબના મુક્તસર જિલ્લાની લાંબી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.

હવે આ વસ્તુ મિક્સ નહી કરવામાં આવશે તો 2 રૂપિયા મોંઘું પડશે પેટ્રોલ, જાણો શું છે 'બ્લેંડેડ ફ્લૂ'


કેપ્ટનન હરાવી ચૂક્યા છે પ્રકાશસિંહ બાદલ
ઉલ્લેખનીય છે કે, પ્રકાશ સિંહ બાદલે 2017ની વિધાનસભા ચૂંટણી લાંબીથી કેપ્ટન અમરિંદર સિંહને 22 હજાર 770 મતોથી હરાવીને જીતી હતી. ત્યારે કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસના ઉમેદવાર હતા. જો કે હવે તેણે પોતાની નવી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ બનાવી છે.


પ્રકાશ સિંહ બાદલે 1997માં લાંબી બેઠક પરથી ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી અને 1997માં 28,728 મતોથી, 2002માં 23,929 મતોથી, 2007માં 9,187 મતોથી અને 2012માં 24,739 મતોથી આ બેઠક જીતી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube