હવે આ વસ્તુ મિક્સ નહી કરવામાં આવશે તો 2 રૂપિયા મોંઘું પડશે પેટ્રોલ, જાણો શું છે 'બ્લેંડેડ ફ્લૂ'

આજે વર્ષ 2022-23નું નાણાકીય બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઓટોમોબાઈલ જગતને ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો માટે ભેટ મળી છે. આ સિવાય બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, "ઈંધણનું મિશ્રણ એ સરકારની પ્રાથમિકતા છે.

હવે આ વસ્તુ મિક્સ નહી કરવામાં આવશે તો 2 રૂપિયા મોંઘું પડશે પેટ્રોલ, જાણો શું છે 'બ્લેંડેડ ફ્લૂ'

નવી દિલ્હી: આજે વર્ષ 2022-23નું નાણાકીય બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઓટોમોબાઈલ જગતને ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો માટે ભેટ મળી છે. આ સિવાય બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, "ઈંધણનું મિશ્રણ એ સરકારની પ્રાથમિકતા છે. મિશ્રિત ઈંધણને પ્રોત્સાહિત કરવા માટે, 1 ઓક્ટોબર 2022 થી નોન-બ્લેન્ડિંગ ઈંધણની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવશે."

શું હોય છે બ્લેંડેડ ફ્યૂલ
બ્લેંડેડ ફ્યૂલ એટલે પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ. ઇથેનોલ એક બાય ફ્યૂલ છે જેને બાળતા પર્યાવરણને નુકસાન થતું નથી. ભારત સરકાર આ ઈંધણને ચલણમાં લાવવાના તમામ પ્રયાસો કરી રહી છે અને હવે જો તમે ઑક્ટોબરથી ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરવા ઈચ્છો છો, તો તમારે તેના માટે પ્રતિ લિટર 2 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

કુલ પેટ્રોલના 8 ટકા મિશ્રણ ઇથેનોલ સાથે બ્લેંડ
હાલમાં દેશના અનેક રાજ્યોના અલગ-અલગ શહેરોમાં ઇથેનોલને પેટ્રોલમાં મિક્સ કરવામાં આવી રહ્યું છે. ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ જેવી સરકારી ઇંધણ કંપનીઓ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચે છે, જ્યારે લગભગ તમામ ખાનગી કંપનીઓ શુદ્ધ પેટ્રોલ વેચે છે, એટલે કે તેમાં ઇથેનોલ ઉમેરતી નથી. જો આપણે સરેરાશ આંકડો જોઈએ તો, સરકારી ઈંધણ કંપનીઓ કુલ પેટ્રોલના 8 ટકા ઈથેનોલ સાથે ભેળવીને વેચે છે.

દરેકની ભાગીદારી માટે મજબૂત સંકેત
દેશના દૂરના ભાગોમાં જ્યાં ઇથેનોલનું ઉત્પાદન અથવા સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી છે, ત્યાં પેટ્રોલમાં થોડી માત્રામાં ઇથેનોલ ભેળવવામાં આવે છે. સરકારના આ નિર્ણય પર, ભારતીય સુગર મિલ્સ એસોસિએશનના ડાયરેક્ટર જનરલ અવિનાશ વર્માએ કહ્યું, "સરકારે બળતણ મિશ્રણ કાર્યક્રમમાં તમામની ભાગીદારી માટે મજબૂત સંકેત આપ્યો છે અને મિશ્રિત ઇંધણ સમગ્ર દેશમાં પૂરતા પ્રમાણમાં સપ્લાય કરવું જોઈએ. " તમને જણાવી દઈએ કે દેશભરમાં 90 ટકા પેટ્રોલ પંપ સરકારી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news