Parliament canteen food price: તમે અત્યાર સુધી સાંભળ્યું હશે કે સંસદની કેન્ટીન (Parliament Canteen )માં માનનીય સાંસદો ખુબ જ સસ્તા ભાવે વ્યંજનોનો આનંદ લેતા હોય છે. પરંતુ હવે તે બદલાવવા જઈ રહ્યું છે. સંસદ (parliament) ની કેન્ટીનના રેટ હવે ત્રણ ગણા વધારે થવા જઈ રહ્યા છે. 29 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થવાનું છે. તે પહેલા સંસદ ભવન સ્થિત કેન્ટીન 27 જાન્યુઆરીથી શરૂ થઈ જશે. જૂના રેટની વાત કરીએ તો પહેલા એક રોટીની કિંમત 2 રૂપિયા, 10 રૂપિયામાં ઢોસા, 10 રૂપિયામાં કઢી પકોડા, 65 રૂપિયામાં ચિકન બિરયાની મળતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલીવાર ITDC કેન્ટીનનું સંચાલન કરશે
લોકસભા સચિવાલયે કેન્ટીનનું મેનુ બહાર પાડતા કહ્યું કે સંસદ કેન્ટીન (Parliament Canteen )માં મળનારી સબસિડી સંપૂર્ણ રીતે ખતમ કરી દેવાઈ છે. આ વખતે કેન્ટીનમાં અનેક ફેરફાર જોવા મળશે. સંસદ (Parliament) ની કેન્ટીનમાં સબસિડી ખતમ થયા બાદ પહેલીવાર ITDC તેને સંચાલિત કરશે. તેનાથી 8 કરોડ રૂપિયાની બચત થશે.


Farmers Protest:  લાલ કિલ્લાની અંદરના આ PHOTOS જોઈને ચોક્કસપણે તમે હચમચી જશો, જુઓ કેવી મચી હતી તબાહી 


ઓમ બિરલાએ કરી હતી જાહેરાત
લોકસભા સ્પીકર ઓમ બિરલા(Lok sabha speaker Om Birla) એ જાહેરાત કરી હતી કે બજેટ સત્રથી કેન્ટીનમાં સબસિડી ખતમ થવા જઈ રહી છે. તેનાથી સંસદની કેન્ટીનમાં ખાવાનું મોંઘુ થશે. 


કેન્ટીનમાં મળતી સબસિડી સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી. કેન્ટીનમાં સબસિડી ખતમ કરવા માટે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સૂચન આપ્યું હતું. તમામ પાર્ટીઓએ તેના પર સહમતિ વ્યક્ત કરી હતી. 


સંસદની કેન્ટીનના નવા રેટ


Farmers Protest: સુનિયોજિત હતી ટ્રેક્ટર પરેડ હિંસા? Rakesh Tikait Viral Video થી ઉઠ્યા અનેક સવાલ


સબસિડી હેઠળ દેશના સાંસદોને સંસદની કેન્ટીનમાં ભોજન ખુબ સસ્તા ભાવે મળતું હતું. નોંધનીય છે કે સબસિડી ખતમ કરવાની માગણી કેટલાય સમયથી ઉઠી રહી હતી. એવો તર્ક અપાતો હતો કે ટેક્સપેયરના પૈસા પર સાંસદ સસ્તુ ભોજન કરે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube