નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં કૃષિ સાથે જોડાયેલા બે બિલને ધ્વનિમતથી રાજ્યસભામાં પાસ કરાવી લેવામાં આવ્યા છે. આ બિલોને પાસ કરાવતા સમયે વિપક્ષનો જોરદાર વિરોધ જોવા મળ્યો હતો. તો નારાજ વિપક્ષ દ્વારા હવે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે રાજ્યસભામાં કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ -2020 અને ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ -2020ને ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યા. આ દરમિયાન વિપક્ષનો હંગામો જોવા મળ્યો હતો. પરંતુ ઉચ્ચ ગૃહમાં બિલ પાસ થઈ ગયા છે. ત્યારબાદ હવે વિપક્ષ દ્વારા રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. 


કૃષિ બિલ પાસ થવા પર બોલ્યા પીએમ મોદી- આ ઐતિહાસિક દિવસ, MSP યથાવત રહેશે


નિયમની બુક ફાડી
આ પહેલા ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને ડેપ્યુટી ચેરમેનની સામે રૂલ બુક ફાડી હતી. ડેરેક ઓ બ્રાયન અને તૃણમૂલ કોંગ્રેસના બાકી સાંસદોએ આસનની પાસે જઈને રૂલ બુક દેખાડવાનો પ્રયાસ કર્યો અને તેને ફાડી નાખી હતી. ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને સરકાર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું- સરકારે ગૃહમાં દરેક નિયમનો તોડ્યા. તેઓ રાજ્યસભા ટીવીની ફીટ કાપે છે જેથી દેશ ન જોઈ શકે. તેમણે આરએસટીવીને સેન્સર કરી દીધું. અમારી પાસે પૂરાવા છે. 


વેલમાં પહોંચ્યા સાંસદ
રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન વિપક્ષી સાંસદો તરફથી નારેબાજી જોવા મળી હતી. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના જવાબથી અસંતુષ્ટ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સાંસદ વેલમાં પહોંચી ગયા હતા. કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યુ કે, રાજ્યસભાનો સમય ન વધારો. 


કૃષિ બિલ ધ્વનિમતથી પાસ કરાવવાનો વિરોધ, 12 સાંસદો ગૃહમાં ધરણા પર બેઠા


માઇક તોડ્યુ
રાજ્યસભાનો સમય 1 કલાક સુધી હતો. પરંતુ સરકાર આ બિલને આજે પાસ કરાવવા ઈચ્છતી હતી. આ દરમિયાન વિપક્ષના હંગામા વચ્ચે નરેન્દ્ર સિંહ તોમર જવાબ આપતા રહ્યા. આ વચ્ચે ગૃહમાં હંગામો કરી રહેલા સાંસદોએ આસનની સામે લાગેલા માઇકને પણ તોડી દીધું હતું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube