નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા મંચોના દુરૂપયોગના મુદ્દા પર ફેસબુક અને ગૂગલના અધિકારી મંગળવારે સૂચના ટેક્નોલોજી સંબંધિત સંસદની સ્થાયી સમિતિની સામે રજૂ થયા અને પોતાનો પક્ષ રાખ્યો છે. ફેસબુક અને ગૂગલના અધિકારીઓને આ સમિતિએ સમન્સ પાઠવ્યું હતું. આ બેઠકમાં સમિતિએ આ બંને કંપનીઓને નવા આઈટી નિયમો અને દેશના કાયદાનું પાલન કરવાનું નિર્દોશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેસબુકના ભારતમાં જાહેર નીતિ નિયામક શિવનાથ ઠુકરાલ અને જનરલ કાઉન્સલ નમ્રતા સિંહે સમિતિની સામે પોતાની વાત રાખી. સંસદીય સમિતિની બેઠકનો એજન્ડો નાગરિકોના અધિકારોની રક્ષા કરવા અને સોશિયલ મીડિયા-ઓનલાઇન સમાચાર મીડિયા મંચોના દુરૂપયોગને રોકવાનો હતો. 


આ પણ વાંચોઃ Twitter પર હવે દિલ્હી પોલીસે દાખલ કર્યો કેસ, પોસ્કો અને IT એક્ટ હેઠળ FIR


કંપનીની વર્ચ્યુઅલ બેઠકની માંગ
આ પહેલા ફેસબુકના પ્રતિનિધિઓએ સંસદીય સમિતિને જાણ કરી હતી કે કોવિડ સંબંધી પ્રોટોકોલને કારણે તેની કંપનીની નીતિ તેના અધિકારીઓની ભૌતિક હાજરીવાળી બેઠકમાં હાજરી આપવાની મંજૂરી આપતી નથી. પરંતુ સમિતિના અધ્યક્ષ થરૂરે ફેસબુકને કહ્યુ કે, તેના અધિકારીઓએ બેઠકમાં પહોંચવુ છે કારણ કે સંસદીય સચિવાલય ડિજિટલ બેઠકની મંજૂરી આપતું નથી. 


હવે યૂ-ટ્યૂબ અને બીજા સોશિયલ મીડિયા એકમ એક બાદ એક સૂચના ટેક્નોલોજી સંબંધી આ સંસદીય સમિતિ આવનારા સપ્તાહમાં યૂટ્યૂબ અને બીજા સોશિયલ મીડિયા એકમોના પ્રતિનિધિઓને સમન પાઠવશે. ફેસબુક અને ગૂગલના પ્રતિનિધિઓને બોલાવતા પહેલા ટ્વિટરના અધિકારીઓએ સમિતિ સમક્ષ પોતાની વાત રાખી હતી. પાછલી બેઠકમાં સમિતિના ઘણા સભ્યોએ ટ્વિટરને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, તેની નીતિઓ નહીં, પરંતુ દેશનો કાયદો સર્વોચ્ચ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube