Twitter પર હવે દિલ્હી પોલીસે દાખલ કર્યો કેસ, પોસ્કો અને IT એક્ટ હેઠળ FIR

દિલ્હી પોલીસના સાઇબર સેલે NCPCR ની ફરિયાદ પર ટ્વિટર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. બાળકોની અશ્લીલ સામગ્રી ટ્વિટર પર સતત અપલોડ કરવામાં આવી રહી હતી, જેને લઈને આયોગે ફરિયાદ કરી હતી. 

Twitter પર હવે દિલ્હી પોલીસે દાખલ કર્યો કેસ, પોસ્કો અને IT એક્ટ હેઠળ FIR

નવી દિલ્હીઃ ભારતમાં માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરની મુશ્કેલી સતત વધી રહી છે. મંગળવારે ટ્વિટર વિરુદ્ધ વધુ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. બાળકો સાથે જોડાયેલ અશ્લીલ કન્ટેટ ન હટાવવાના આરોપમાં હવે ટ્વિટર વિરુદ્ધ દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો છે. આ પહેલા વૃદ્ધ સાથે મારામારીના વાયરલ વીડિયો અને વિવાદિત નક્શા સાથે જોડાયેલા મામલામાં કંપની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

દિલ્હી પોલીસે આ કેસ રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગની ફરિયાદ પર દાખલ કર્યો છે. આયોગે બાળકો સાથે જોડાયેલી અશ્લીલ સામગ્રીને ન હટાવવાનો આરોપ લગાવતા 29 મેએ ટ્વિટર વિરુદ્ધ દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી. આ પહેલા એક વૃદ્ધ સાથે મારામારીના વીડિયોના મામલામાં ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. 

સોમવારે ભારતનો વિવાદિત નક્શો પોતાની વેબસાઇટ પર લગાવવાના આરોપમાં પણ ટ્વિટર વિરુદ્ધ ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કંપનીએ પોતાની વેબસાઇટ પર દુનિયાના નક્શામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ કરી જૂના દેશના રૂપમાં દેખાડ્યા છે. હાલમાં દિલ્હી પોલીસની સાઇબર સેલના ડીસીપી અન્શેય રોયને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના મામલામાં સમન્સ આપવામાં આવ્યું હતું. આયોગે ડીસીપીને પૂછ્યુ કે 29 મેની ફરિયાદ છતાં દિલ્હી પોલીસે ટ્વિટર વિરુદ્ધ કેમ કાર્યવાહી કરી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news