નવી દિલ્હી: સંસદના બંને સદનને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે નજીકના ભવિષ્યમાં દેશને પહેલું રાફેલ વિમાન અને અપાચે હેલિકોપ્ટર મળશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અભિભાષણમાં રાફેલ વિમાનનો ઉલ્લેખ કર્યો તેને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે રાફેલ વિમાન ડીલ પર તેઓ પોતાના જૂના વલણ પર મક્કમ છે. રાફેલ વિમાન ડીલમાં ચોરીના વલણ પર મક્કમ રહેવાનું આ નિવેદન તેમણે સંસદના બંને સદનની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: રાષ્ટ્રપતિ ભાષણ આપી રહ્યાં હતાં, ત્યારે રાહુલ ગાંધી 'આ' જોવામાં વ્યસ્ત હતાં


ઉલ્લેખનીય છે કે સંસદના બંને સદનોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે સરકાર દ્વારા મેક ઈન ઈન્ડિયા હેઠળ આધુનિક શસ્ત્રો બનાવવા પર ખાસ  ભાર મૂકાઈ રહ્યો છે. આધુનિક રાઈફલથી લઈને તોપ, ટેંક, અને ફાઈટર વિમાનો સુદ્ધા બારતમાં બનાવવાની નીતિને સફળતા સાથે આગળ વધારવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ અને તામિલનાડુમાં બની રહેલો ડિફેન્સ કોરિડોર આ મિશનને વધુ મજબુતી આપશે. પોતાની સુરક્ષા અંગેની જરૂરિયાતો પૂરી કરતા રક્ષા ઉપકરણોની નિકાસને પણ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. 


જુઓ LIVE TV


દેશની જનતાએ વિકાસની ગતિમાં ઝડપ લાવવા માટે જનાદેશ આપ્યો: રાષ્ટ્રપતિ કોવિંદ


રાષ્ટ્રપતિએ કહ્યું કે આઝાદીના સાત દાયકા બાદ મારી સરકાર દ્વારા દિલ્હીમાં ઈન્ડિયા ગેટની નજીક બનાવવામાં આવેલા નેશનલ વોર મેમોરિયલ શહીદો પ્રત્યે કૃતજ્ઞ રાષ્ટ્રની વિનમ્ર શ્રદ્ધાંજલિ છે. આ રીતે દેશની સુરક્ષામાં શહીદ થનારા આપણા પોલીસ દળના જવાનોની સ્મૃતિમાં મારી સરકારે 'નેશનલ પોલીસ મેમોરિયલ'નું નિર્માણ કર્યું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...