નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ સમયે ફોર્મમાં છે. ગત્ત શુક્રવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન રાહુલના ભાષણમાં એક અલગ જ આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. બીજી તરફ આત્મવિશ્વાસ રવિવારે કોંગ્રેસ કાર્ય સમિતીની બેઠકમાં જોવા મળી હતી.  બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ કડક અંદાજમાં કહ્યું કે, અમે એક મોટી લડાઇ લડી રહ્યા છીએ. પાર્ટી ફોરમમાં તમામને પોતાની વાત મુકવાનો હક છે, આ પાર્ટી નેતા કોઇ ખોટી નિવેદનબાજી કરે છે અને અમારી આ લડાઇને નબળી કરે છે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં કોઇ સંકોચ નહી કરૂ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ કહ્યું કે, સીડબલ્યુસીમાં યુવાનો અને અનુભવી નેતાઓની વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. સીડબલ્યુસીની રચના કરવાનોઇરાદો પાર્ટીમાં સમાવેશી વિચારધારાનો સમાવેશ કરીને પાર્ટીને ગતિશીલ બનાવવાનો છે. તેમણે કહ્યું કે, પાર્ટીને મતદાતા સ્તર પર પહોંચાડવાની એક મોટી જવાબદારી છે. અમે તે લોકોની ઓળખ કરવી છે જે અમને મત નથી આપતા. અમે આ પ્રકારની રણનીતિ તૈયાર કરવી છે. જેમાં અમે દરેક મતદાતા સુધી પહોંચીને  તેમનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકે. 

આ વર્કિંગ કમિટી દરેક ભારતીયનો અવાજ બનશે અને તેમણે પોતાની વાત મુકવા માટે મંચ આપશે. રાહુલ ગાંધીએ પહેલા કમિટીને સંબોધિત કરતા કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, અમે ગઠબંધન કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમે તમામ આ પ્રયાસોમાં રાહુલ ગાંધીની સાથે છીએ. સોનિયા ગાંધીએ મોદી પર હૂમલો કરતા કહ્યું કે અમે લોકશાહી સાથે સમજુતી કરનારા શાસન સાથે પોતાને અને આ દેશની જનતાને બચાવવાની છે.