શોમેન ભટ્ટાચાર્ય, ઉલ્ફી/ કોલકતા: કોલકતા એરપોર્ટ પર સીઆઇએસએફે એક શંકાસ્પદની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરવામાં આવેલા શખ્સ પર આરોપ છે કે કથિત રૂપ પર તેણે ફોન પર પ્લેન ઉડાવવાની ધમકી આપી રહ્યો હતો. સોમવારે (26 નવેમ્બર) આ શખ્સ કોલકાતાથી મુંબઇ જતાં જેટ એરવેઝની ફ્લાઇટમાં યાત્રા કરવા જઇ રહ્યો હતો. ફ્લાઇટની અંદર ઘૂસતા સમયે શખ્સે મોઢા પર રૂમાલ બાંધેલો હતો અને ફોન પર વાત કરતા બોલી રહ્યો હતો કે તે વિમાનને ઉડાવી દેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બધા યાત્રીઓને મારી નાખવાની આપી ધમકી
જાણકારો અનુસાર, આ શખ્સ ફોન પર વાત કરતા સમયે કહી રહ્યો હતો કે તે વિમાનમાં બેઠેલા બધા યાત્રીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો. શખ્સની વાત સાંભળ્યા બાદ વિમાનમાં બેઠેલા યાત્રીઓમાં ભય ફેલાઇ ગયો હતો. તેમણે આ વાતની જાણકારી પાયલોટને કરી ત્યારબાદ એટીએસને જાણ કરવામાં આવી હતી.


એટીએસની જાણકારી આપ્યા બાદ જ વિમાનને ટેક્સી-બેની તરફ લઇ જવામાં આવ્યું અને બધા યાત્રીઓને પ્લેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ અને એટીએસની ટીમે શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી.


 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...