વાહ સરકાર હોય તો આવી! શહેરમાં પાણી ભરાવા મુદ્દે 22 કર્મચારીઓ પર કાર્યવાહી
પટનાના અનેક વિસ્તારોમાં 15 દિવસથી પાણી ભરાવાની સમસ્યા છે, જેના પગલે આખરે તમામ સરકારી કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી થઇ રહી છે
પટના : ડ્રેનેજ સિસ્ટમ ખરાહ હોવાનાં કારણે પટનામાં પાણી ભરાઇ ગયું હતું. જેના કારણે 15 દિવસ પછી પણ લોકોને રાહત નથી મળી. બીજી તરફ સરકારની વિરુદ્ધ રસ્તાઓને જામ કરીને આગચંપી કરવાનું ચાલુ કર્યું ત્યારે સરકારની ઉંઘ ઉડી અને સંપ હાઉસના કર્મચારીઓને દોષીત માનતા જિલ્લા તંત્રએ બેદરકારીનાં આરોપોમાં 22 સંપ કર્મચારીઓને આગામી આદેશ ન આવે ત્યા સુધીમાં વેતન અટકાવી દીધું છે.
ડુંગળી બાદ હવે લસણને બગાડ્યો ભોજનનો સ્વાદ, કિંમત જાણી કહેશો અરે બાપરે !
અત્રે ઉલ્લેખનીય છે કે, પટનાનાં અનેક વિસ્તાર 15 દિવસથી પાણી ભરાવાની સમસ્યા સહન કરી રહ્યા છે, તેના કારણે પટનાવાસીઓને હજી પણ પાણી ભરાવામાંથી તેઓનો છુટકારો નથી થઇ રહ્યો. કારણ કે પટનાનાં તમામ 22 ડ્રેનજ સિસ્ટમ ખરાબ છે.
લોકોનાં હૃદયમાં 370 મુદ્દે જે આશંકા હતી તે મોદીએ ઉખાડી ફેંકી: અમિત શાહ
ચંદ્ર પર રોકેટ મોકલવાથી દેશના યુવાનોનું પેટ નહી ભરાય : મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી
જો કે તે અંગે કોઇ દરકાર કરી નહોતી, પરંતુ આકાશમાંથી વરસેલી આફતે સરકારની સંપુર્ણ પોલ ખોલી દીધી હતી અને સરકારનાં કરોડો રૂપિયાનાં ગોટાળાનો પર્દાફાશ થઇ ગયો. બીજી તરફ પટનાવાસીઓ રસ્તા પર ઉતરીને સરકાર વિરુદ્ધ હોબાળો કરવાનું ચાલુ કર્યું હતું તો સરકાર શરમજનક સ્થિતીમાં મુકાઇ હતી. કમિશ્નરે તુરંત જ પટનાના કમિશ્નર આનંદ કિશોરે સંપ હાઉસનાં 22 કર્મચારીઓને આગામી આદેશ સુધી વેતન અટકાવી દીધું છે.
PM મોદીનો વિરોધીઓને પડકાર, 'હિંમત હોય તો કલમ 370 પાછી લાવવાની વાત તમારા ઘોષણા પત્રમાં લાવો'
જો કે જ્યારે Zee Media ટીમે નગર નિગમના અધિકારીઓની ચેમ્બરમાં જઇને માહિતી લેવા ઇચ્છયું તો પોતે તેની સાથે છેડો ફાડી લીધો અને સમગ્ર વાત બુડકો પર મઢી દીધો. જો કે સૌથી રસપ્રદ બાબત હશે કે આગામી દિવસોમાં શું કાર્યવાહી કરવામાં આવે છે.