ચંદ્ર પર રોકેટ મોકલવાથી દેશના યુવાનોનું પેટ નહી ભરાય : મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી

મોદી સરકાર પર વ્યંગ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ચંદ્ર પર રોકેટ મોકલવાથી મહારાષ્ટ્ર અને દેશના યુવાનોનાં પેટમાં ભોજન નહી જાય

Updated By: Oct 13, 2019, 05:20 PM IST
ચંદ્ર પર રોકેટ મોકલવાથી દેશના યુવાનોનું પેટ નહી ભરાય : મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી

મુંબઇ : કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે  મહારાષ્ટ્રમાં ચૂંટણીની રેલી સંબોધિત કરી. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહાર કર્યો. મોદી સરકાર પર વ્યંગ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ચંદ્ર પર રોકેટ મોકલવાથી દેશના યુવાનોનાં પેટમાં ભોજન નહી જાય. અમે અહીં આવ્યા છીએ તો ચંદ્ર અંગે વચન નહી આપીએ. અમે એવા જ વચનો આપીશું જે પુર્ણ કરી શકીએ.

રાફેલ પૂજાના વિવાદ પર રાજનાથ સિંહનો વિરોધીઓને સવાલ, શું ભારતીય સંસ્કૃતિનું પાલન કરવું ગુનો છે?
આ દરમિયાન રાહુલ ગાંધીએ મીડિયાની પણ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, મીડિયા ગૃહો સૌથી મોટા ઉદ્યોગપતિઓનું છે. હાલ તો નુકસાન ચાલુ થયું છે અને આગામી 6-7 મહિનામાં તેની ખુબ જ ખોટી અસર થશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે નોટબંધી અને જીએસટીથી કોનું ભલુ થયું ? તેમણે કહ્યું કે, નોટબંધીના કારણે નીરવ મોદી જેવા લોકોનું ભલું થયું. ખેડૂતો ડરે છે અને નીરવ મોદી જેવા લોકો શાંતિથી સુવે છે. તેમણે કહ્યું કે, નીરવ મોદી તો ભાગી ગયા અને વડાપ્રધાન મોદી બોલે છે કે જો નોટબંધીથી ભલુ નથી થયું, તો મને ફાંસી આપી દો.

PM મોદીનો વિરોધીઓને પડકાર, 'હિંમત હોય તો કલમ 370 પાછી લાવવાની વાત તમારા ઘોષણા પત્રમાં લાવો'

દુનિયામાં સૌથી વધુ સુખી મુસલમાન ભારતમાં જોવા મળશે: RSS ચીફ મોહન ભાગવત
આ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીએ મેક ઇન ઇન્ડિયા પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, મેક ઇન ઇન્ડિયાનું શું થયું ? આ તો મેક ઇન ચાઇના થઇ રહ્યું છે. મીડિયા એવુ શા માટે નથી દેખાડતું કે કંઇ પણ જુઓ મેડ ઇન ચાઇના છે. ચાઇનાના યુવાનોને રોજગાર મળી રહ્યો છે.

PM મોદીના ભત્રીજીનું પર્સ છીનવીને ફરાર થયેલા બદમાશને પોલીસે દબોચ્યો
બીજી તરફ વડાપ્રધાન મોદીએ પણ મહારાષ્ટ્રમાં ચૂંટણીની જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન અમે તમને આશ્વસ્ત કર્યા હતા કે વડાપ્રદાન ખેડૂત સન્માન નિધિ અંતર્ગત દરેક ખેડૂતને લાવવામાં આવશે અને નાના ખેડૂતોને પેંશનની સુવિધા સાથે જોડવામાં આવશે. આજે આ બંન્ને વાયદા હકીકતમાં બદલાઇ ચુક્યા છે.

આજે શરદ પૂર્ણિમાના દિવસે કરો લક્ષ્મી માતાની પૂજા, સુખ સમૃદ્ધિ અને ધનવર્ષા માટે કરો આ કામ 
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પાણીનો મુદ્દો પણ જનતા વચ્ચે ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, પહેલા પાણીના મુદ્દાને અલગ-અલગ મંત્રાલય અને વિભાગ જોતા હતા, બધુ જ વિખરાયેલુ પડ્યું હતું. તેની એક અસર એવી પણ હતી કે પાણી સાથે જોડાયેલી યોજનાઓ પુર્ણ થવામાં વર્ષો લાગે છે. હવે આ તમામ વિભાગ જળશક્તિ મંત્રાલય અંતર્ગત લાવવામાં આવ્યા છે.