ગંગટોક: સિક્કિમના મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગે શનિવારે ‘એક પરિવાર એક નોકરી’ યોજનાનો શુભારંભ કર્યો છે. આ યોજના અંતર્ગત રાજ્યના તે પ્રત્યેક પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે, જે પરિવારનો કોઇ સભ્ય સરકારી નોકરીમાં નથી. તેમાં ખેતી અને કૃષિ ક્ષેત્રમાં કામ કરતા દરેક લોકોનું દેવુ માફીની જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ગડકરીની વાત પર અમિત શાહે આપ્યું આવું રિએક્શન, જુઓ વીડિયો


સ્વતંત્ર ભારતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રીનું કિર્તિમાન બનાવી ચુકેલા ચામલિંગે અહીંયા પલજોર સ્ટેડિયમમાં આયોજીત રોજગાર મેળા 2019 દરમિયાન આ યોજનાનો શુભારંભ કર્યો અને આ સાથે જ તેમને રાજ્યના 32 વિધાનસભા ક્ષેત્રોના બે-બે લોકોને પોતાના હાથે અસ્થાયી નિમણૂક પત્ર સોંપ્યા છે.


વધુમાં વાંચો: મર્ડર પહેલા આરોપીઓ જોઇ ‘દ્રિશ્યમ’ ફિલ્મ, યુવતીને સળગાવી અને કુતરાને દાટી દીધો


ચામલિંગની સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ સરકારે આ પહેલા આ યોજના અંતર્ગત 20 હજાર યુવાઓને તાત્કાલીક અસ્થાયી નોકરી આપવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમના ઔપચારિક શુભારંભના સમાપ્ત થયા બાદ અધિકારિઓએ જવાબદારી સંભાળી અને નિમણૂક પત્રનું વિતરણ કર્યું હતું. શનિવારે 11,772 લોકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. ચામલિંગે કહ્યું કે બીજાને ટૂંક સમયમાં દસ્તાવેજ મળી જશે. 


વધુમાં વાંચો: સવર્ણોને 10 ટકા અનામતને રાષ્ટ્રપતિની મંજૂરી, ટુંક સમયમાં મળશે લોકોને લાભ


‘પવન ચામલિંગ જિંદાબાદ’ના નારાઓ વચ્ચે મુખ્યમંત્રીએ ઘોષણા કરી, હાલમાં કરવામાં આવી રહેલા અસ્થાયી નિમણૂકોને આગાઉના પાંચ વર્ષોમાં નિયમિત કરવામાં આવશે અને બધા લાભાર્થીઓને સ્થાયી કર્મચારી બનાવવામાં આવસે. વર્તમાનમાં 12 સરકારી વિભાગોના ગ્રુપ સી અને ગ્રુપ ડીમાં નવી ભરતીઓ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, અમે ચોકીદાર (ગાર્ડ), માળી, હોસ્પિટલમાં વોર્ડ અટેન્ડેન્ટ, અન્ય સ્વાસ્થય સુવિધાઓ, ગ્રામ્ય પોલીસ ગાર્ડ અને સહાયક ગ્રામ્ય પુસ્તકાલયાધ્યક્ષ સહિત 26 વિભિન્ન પદો માટે નિમણૂક કરી રહ્યાં છીએ.


વધુમાં વાંચો: કોંગ્રેસ નથી ઇચ્છતી કે આયોધ્યા મામલે કોઇ નિર્ણય આવે: પીએમ મોદી


તેમણે કહ્યું કે નવી ભરતીના સુધારેલા ચુકવણી માટે ચાલુ નાણાકીય વર્ષમાં 89 દિવસનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને આગાઉના નાણાકિય વર્ષમાં નવી જોગવાઈ કરવામાં આવશે. 68 વર્ષીય નેતાએ જણાવ્યું હતું કે, "આપણા માટે યુવાનો માટે ખુશીની તક અને તે એક ગૌરવ છે." રાજ્યના વિપક્ષી પક્ષોને લક્ષ્યાંક બનાવતા, ચામલિંગે તેમને એક વિભાજક તરીકે ઓળખાવ્યું અને કહ્યું કે તેમનો પક્ષ તેની નીતિઓ અને કાર્યક્રમો સાથે લડશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...