ગુવાહાટી : અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) ની અંતિમ યાદી ઇશ્યું થયા બાદ તમામ સંગઠનો દ્વારા ચાલુ થયેલા વિરોધ અંગે આસામ સરકારે કહ્યું કે, તેઓ રાજ્યમાં એનઆરસીની યાદીની બહાર થયેલા પાત્ર લોકોને જરૂરી મદદ આપશે. સરકારનાં સંસદીય કાર્યમંત્રી ચંદ્રમોહન પટવારીએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે, તેઓ પાત્ર લોકો જો કોઇ કારણવશ એનઆરસીની યાદીમાં પોતાનો સમાવેશ નથી કરાવી શક્યા, તેમની પાસે ફોરેન ટ્રાઇબ્યૂનલમાં અપીલનો અધિકાર છે અને તેના માટે સરકાર તેમને લીગલ સપોર્ટ પણ ઉપલબ્ધ કરાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર: ધુલેમાં કેમિકલ ફેક્ટ્રીમાં ભીષણ વિસ્ફોટ, 13નાં મોત, 50થી વધુ ઘાયલ
પટવારીએ કહ્યું કે, એવું જરૂરી છે કે અનેક વાસ્તવિક ભારતીય એનઆરસીમાં છુટી ચુક્યા છે. જો કે તેમને ગભરાવાની અને ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી. તેઓ ફોરેન ટ્રિબ્યુનલ (એફટી) માં અપીલ કરી શકે છે. જો વાસ્તવિક રીતે પાત્ર ભારતીયોનો ન્યાયાધિકરણમાં અપીલ કરવામાં મદદની જરૂર હશે તો સરકાર તેમની મદદ કરવા માટે તૈયાર છે.અસમ સરકારમાં પ્રવક્તા પટવારીએ કહ્યું કે, અમે રાજ્યમાં ફોરેન ટ્રિબ્યુનલની સંખ્યા 100થી વધારીને 300ની છે. સરકાર દ્વારા સ્થાપિત વધારાનાં ફોરેન ટ્રિબ્યુનલ સોમવારથી પોતાનું કામ કરવા લાગશે. જેના માટે લોકોને અહીંથી મદદ મળવા લાગશે.


સરકારી બેન્કોના વિલયના નિર્ણયનો બેન્કના કર્મચારીઓએ કર્યો વિરોધ
અસમ NRCની ફાઇનલ યાદી: AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ભડક્યાં
સુપ્રીમ કોર્ટની દેખરેખમાં પુર્ણ થઇ સમગ્ર પ્રક્રિયા
આ ઉપરાંત ઓલ અસમ સ્ટુડેંટ્સ યુનિયનનાં તે આરોપો જેમાં કેહવામાં આવ્યું હતું કે, સરકારની નિષ્ક્રિયતાનાં કારણ અનેક લોકો એનઆરસીમાંથી છુટી ગયા, મંત્રીએ કહ્યું કે, સમગ્ર પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની સીધી નિગરાનીમાં પુર્ણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ સમગ્ર કવાયદમાં અમારી ભુમિકા માત્ર સામાન પુરો પાડવાની હતી. અમારી કોઇ અન્ય ભુમિકા નહોતી. એટલે સુધી કે એનઆરસીનાં રાજ્ય સમન્યવક સીધા સુપ્રીમ કોર્ટને રિપોર્ટ કરી રહ્યા હતા અને અમારી સાથે કોઇ જ માહિતી વહેંચાઇ નહોતી.