COVID-19 vaccine: 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને ફ્રી મળશે વેક્સિન કે આપવા પડશે પૈસા? જાણો દરેક સવાલના જવાબ
પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 મેથી દેશભરમાં કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે, જેમાં યુવાનોને કવર કરવામાં આવશે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સામે જંગ જીતવા માટે સરકારે વેક્સિનેશન અભિયાનને ગતિ આપવાનો નિર્ણય લીધો છે. હવે 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના બધા લોકો વેક્સિન લગાવી શકશે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 મેથી દેશભરમાં કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે, જેમાં યુવાનોને કવર કરવામાં આવશે. અત્યાર સુધી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી હતી. મહત્વનું છે કે પંજાબ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓએ યુવાનોને પણ રસી આપવાની માંગ કરી હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ દેશના ટોચના ડોક્ટરો સાથે વિચાર મંથન કર્યા બાદ આ નિર્ણય લીધો છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, સરકાર છેલ્લા એક વર્ષથી પ્રયાસ કરી રહી છે કે વધુમાં વધુ ભારતીયોને ઓછા સમયમાં વેક્સિન આપી શકાય. આ બેઠકમાં ઘરેલૂ કંપનીઓને વેક્સિનનું વધુ ઉત્પાદન કરવા માટે પ્રેરિત કરવાની વાત કહી છે. આ સિવાય અન્ય ભારતીય અને વિદેશી વેક્સિનને મંજૂરી આપવાની વાત પણ સામેલ છે.
Corona ની રસી લીધા બાદ શરાબ કે સ્મોકિંગ બની શકે છે મોતનું કારણ, જાણો નિષ્ણાતોના મતે શું ખાવું અને શું ન ખાવું
રાજ્ય સરકાર પોતાની જરૂર પ્રમાણે કરી શકશે વેક્સિનની ખરીદી
આ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે વેક્સિન બનાવનારી કંપની પોતાના કુલ ઉત્પાદનનો 50 ટકા ભાગ રાજ્ય સરકારોને આપશે, જ્યારે અડધો જથ્થો ખુલ્લા બજારમાં પહેલાથી નક્કી કિંમતો પર વેચી શકશે. એટલું જ નહીં રાજ્ય સરકારો પોતાની જરૂરીયાત પ્રમાણે સીધી કંપનીઓ પાસેથી વેક્સિન ખરીદી શકશે.
45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પહેલાની જેમ ચાલતું રહેશે અભિયાન
આ સિવાય રાજ્ય સરકારોને એક વાત સ્પષ્ટ કરી છે કે પહેલાથી નક્કી પ્રાથમિકતા સમૂહના લોકોનું વેક્સિનેશન જારી રહેશે. હાલમાં દેશમાં 45થી વધુ ઉંમરના લોકોને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન લાગી રહી છે.
Oxygen Level: શું કપૂર, લવિંગ અને અજમાનો નુસ્ખો ઓક્સિજનલ લેવલ વધારી શકે છે? અહીં જાણો સત્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube