નવી દિલ્હી: દેશમાં કોરોનાનો પ્રકોપ ધીરે ધીરે ઘટી રહ્યો હોય તેવું જણાય છે. આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 23,068 દર્દીઓ નોંધાયા છે. જ્યારે તેની સામે 24,661 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 1,01,46,846 પર પહોંચી ગયો છે.આ બાજુ સરકારે મોટા પાયે કોરોના રસીકરણની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. દેશમાં આગામી થોડા દિવસોમાં કોરોના રસીકરણ શરૂ થઈ જશે. પરંતુ શું આ લાભ બધાને મળશે? આખરે તે માટે શું સિસ્ટમ હશે? જાણો આ સવાલોના જવાબ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

COVID-19 New Strain: કોરોનાના નવા સ્વરૂપની ભારતમાં એન્ટ્રી? આ રાજ્યમાં મળ્યો શંકાસ્પદ દર્દી


રસીકરણ માટે લોકોએ રજિસ્ટ્રેશન કરાવવું જ પડશે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ કોરોના રસી તમામ લોકો મૂકાવી શકશે. પરંતુ આ માટે તેમણે રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવી પડશે. આ રજિસ્ટ્રેશન આરોગ્ય વિભાગના કેન્દ્રોમાં કરવામાં આવશે. રજિસ્ટ્રેશન થયા બાદ જ તેમને સ્થાન અને સમયની જાણકારી આપવામાં આવશે. 


Shocking! Corona ની સાઈડ ઈફેક્ટનો કેસ, સાજી થઈ ગયેલી મહિલાના આખા શરીરમાં પસ જામી ગયું


રજિસ્ટ્રેશન માટે ઓળખનો કોઈ એક પુરાવો આપવો પડશે
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ રસી માટે રજિસ્ટ્રેશન કરાવવા લોકોએ પાન કાર્ડ, પાસપોર્ટ, પેન્શન કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ કે વોટર આઈડીમાંથી કોઈ એક લઈને જવું પડશે. આમાંથી કોઈ પણ પુરાવો નહીં હોય તો લોકોનું રજિસ્ટ્રેશન થશે નહીં. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube